-->

Join Group

Ad Unit (Iklan) BIG

સફેદ, કાળા, લાલ અને લીલા મરચાં કેવી રીતે ખાઓ:વજન ઓછું કરે, હાઇ બીપીમાં ફાયદાકારક, જો વધારે ખાવામાં આવે તો અલ્સર અને પેટમાં દુખાવાની સમસ્યા

સફેદ, કાળા, લાલ અને લીલા મરચાં કેવી રીતે ખાઓ:વજન ઓછું કરે, હાઇ બીપીમાં ફાયદાકારક, જો વધારે ખાવામાં આવે તો અલ્સર અને પેટમાં દુખાવાની સમસ્યા


best chill for our health

સામાન્ય રીતે ભારતીયો તીખું ખાવાનું પસંદ કરે છે. ખાવા-પીવામાં મરચાંનું પોતાનું અલગ જ સ્થાન છે. ઘણાં લોકો લીલા મરચાને જમવામાં લે છે. લીલા મરચામાં વિટામિન A, B6, C, આયર્ન, કોપર, પોટેશિયમ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, બીટા કેરોટીન અને ક્રિપ્ટોક્સેન્થિન જેવા પોષક તત્ત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે બેહદ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમારે વજન ઓછું કરવું હોય તો લીલા મરચાં ખાઓ. લીલા મરચાંમાં વિટામિન A હોય છે, તેથી તેને ખાવાથી આંખોની રોશની પણ વધે છે. લીલા મરચા ખાવાથી મગજમાં એન્ડોર્ફિન હોર્મોનનું લેવલ વધે છે. મરચામાં રહેલાં એન્ટી-ઓક્સીડેન્ટ શરીરની સફાઈ કરે છે. લીલા મરચામાં ડાયેટરી ફાઈબર્સ હોય છે, તે ખોરાકને ઝડપથી પચાવવામાં મદદ કરે છે.

લીલાં મરચાં ખાવાના છે અઢળક ફાયદા

મરચાં ખોરાકનો સ્વાદ વધારવાનું કામ કરે છે. લીલા મરચાંમાંથી વિટામિન એ, બી6, સી, આયર્ન, કોપર, પોટેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ સહિત અનેક પોષક તત્ત્વો હોય છે. જેની લીલા મરચાં ખાવાથી સ્વાસ્થ્યમાં અનેક પ્રકારના ફેરફાર થાય છે. આવો જાણીએ ફાયદા.
best chill for our health

વજન ઓછું કરે

જો તમે વજન ઓછું કરવા ઇચ્છતા હો તો, લીલા મરચાંને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. આ પાછળનું કારણ એ છે કે, મરચાંમાં કેલરી હોતી નથી અને તે ખાવાથી શરીરને પોષક તત્ત્વો મળે છે.

આંખ માટે પણ ફાયદાકારક

મરચાંમાં વિટામિન એ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. વિટામિન એની ઉણપને કારણે આંખોની રોશની ઘણી વખત નબળી પડી જાય છે, તેથી લીલા મરચાં અચૂક ખાવા જોઈએ.

કેન્સરને દૂર રાખે

મરચાંથી કેન્સરને ઘી હદ સુધી દૂર રાખી શકાય છે. મરચાંમાં એન્ટી ઓક્સીડન્ટ હોય છે જે શરીરની આંતરિક સફાઇની સાથે શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવીને કેન્સરનું જોખમ ઘટાડે છે.

મૂડ બુસ્ટર

લીલું મરચાંમ મગજમાં એન્ડોર્ફિનનો સંચાર કરે કરે છે, જેનાથી મૂડ ખૂબ જ ખુશ રહે છે છે અને ગુસ્સો તો બિલકુલ દૂર જ થઇ જાય છે.

સ્કિન કેર

વિટામિન-ઇથી ભરપૂર લીલા મરચાં ત્વચા માટે ફાયદાકારક છે. જેનાથી ચહેરોમાં ચમક આવે અને ત્વચા હંમેશા ખુબસુરત દેખાય છે.

લાલ મરચાંના ફાયદા

  • લાલ મરચાં ખોરાકનો સ્વાદ અને તીખાશ વધારવા માટે મહત્વપૂર્ણ છે. ભોજનને સ્વાદિષ્ટ બનાવતી આ તીખું લાલ મરચું કોઈ દવાથી ઓછું નથી. આવો જાણીએ તેના ફાયદા વિશે.
  • લાલ મરચાંમાં એન્ટીઓબેસિટી ગુણ હોય છે જે વજન ઓછું કરવામાં મદદ કરે છે, તેથી વજન ઓછું કરવા ઇચ્છતા હો તો ડાયટમાં લાલ મરચાંને સામેલ કરો.
  • જે લોકોને પાચનની સમસ્યા હોય તે લોકો માટે લાલ મરચાં ફાયદાકારક છે, લાલ મરચાંના સેવનથી પેટની ગરબડ, ગેસ, ડાયેરિયા જેવી સમસ્યાઓને ઓછી કરવામાં મદદરૂપ થાય છે
  • હાઈ બીપીના દર્દીઓએ ડાયટમાં લાલ મરચાંને અચૂક સામેલ કરવા જોઈએ. હૃદયને સ્વસ્થ રાખવા માટે લાલ મરચું ખાવું જરૂરી છે.

સ્કિન અને વાળ માટે લાલ મરચાંથી થતા ફાયદા

ત્વચાની સમસ્યાઓ દૂર કરવા માટે લાલ મરચું પણ ફાયદાકારક છે. આ સિવાય લાલ મરચાં ત્વચામાં બ્લડ ફ્લોમાં પણ વધારો કરે છે, જેનાથી ત્વચામાં ચમક આવે છે. તે કરચલીઓ, ખીલ અને ડાઘને હળવા કરવામાં પણ ફાયદાકારક હોઈ શકે છે. વાળને મજબૂત કરવાની સાથે સાથે લાલ મરચું વાળનો ગ્રોથ વધારવામાં પણ ઉપયોગી સાબિત થઇ શકે છે.

ગેસ્ટ્રિક અને અલ્સરનું કારણ બની શકે છે

વધુ પડતું લાલ મરચું ખાવાથી પેટમાં બળતરા વધી શકે છે, પેટ ખરાબ થઈ શકે છે. ખરજવું એટલે ત્વચા પર ફોલ્લીઓ પણ થઈ શકે છે.
best chill for our health

સફેદ મરી

સફેદ મરીમાં પુષ્કળ માત્રામાં હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે જે અપચો, ગેસ, એસિડિટી અને પેટમાં ચેપ જેવી સમસ્યાઓ દૂર કરે છે. રોજ સફેદ મરીનું સેવન કરવાથી શરીરમાંથી ટોક્સિન્સ દૂર થાય છે, જેનાથી બીમારીઓ અને હાર્ટ એટેકનું જોખ ઓછું થાય છે. સફેદ મરીનો ઉપયોગ હળવા રંગની વાનગીઓ જેવી કે સૂપ, સલાડ, થંડાઇમાં કરવામાં આવે છે.
best chill for our health


શરદી-ખાંસી હોય તો મધમાં થોડી સફેદ મરી મિક્સ કરીને ઝડપથી ખાઈ લો. એન્ટિબાયોટિક ગુણોથી ભરપૂર સફેદ મરી શરીરમાં ગરમી પેદા કરીને શિયાળામાં સમસ્યાઓથી છુટકારો અપાવે છે. રોજ સફેદ મરીનું સેવન કરવાથી કેન્સરના જોખમ સામે રક્ષણ મળે છે.

કાળા મરીના ફાયદા

કાળા મરીમાં ઔષધીય ગુણો ભરપૂર પ્રમાણમાં હોય છે. આયુર્વેદિક અને યુનાની દવામાં કાળા મરીનો ઉપયોગ અનેક રોગોની સારવારમાં કરવામાં આવે છે. કાળા મરીમાં આલ્કલોઇડ્સ હોય છે.

Related Posts

Subscribe Our Newsletter