ગોંડલ જુનાગાઢ તેમજ તાલાલ માર્કેટ માં કેસરી કેરી ની આવક
જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં નંબર વન ગણાતા ગોંડલ શાકભાજી અને ફ્રુટ માર્કેટ યાર્ડમાં મીઠી મધુર અને ફળોની રાણી ગણાતી એવી કેસર કેરીનું આગમન થઈ ચુક્યું છે. ત્યારે હવે આ વર્ષે બજારમાં કેસર કેરીનું અઢારથી વીસ દિવસ વહેલા જ આગમન થઇ જવાને કારણે કેસર કેરીની સિઝનની શરૂઆત થતાની સાથે જ સ્વાદ પ્રેમીઓ માટે કેરીની સારી આવક જોવા મળી છે
ફળોના મીઠી કેસર કેરીનું આગમન
- ફળોના સ્વાદ પ્રેમીઓ જેમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, તેવી મીઠી કેસર કેરીનું આગમન થવા પામ્યું છે. જૂનાગઢ ફ્રૂટ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. આ વર્ષે માર્કેટ યાર્ડમાં ફળોની રાણી ગણાતી મીઠી મધુર કેસર કેરીનું આગમન થતાં ખેડૂતો અને વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજારમાં કેસર કેરીની સિઝનના પ્રારંભ સાથે કેસર કેરીના સ્વાદ પ્રેમીઓનો કેરીના આગમનને લઈને આતુરતાનો અંત આવ્યો છે.
- આ વર્ષે બજારમાં કેસર કેરીનું આગમન થવા પામ્યુ છે, પરંતુ તાજેતરમાં જ ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ પંથકમાં પડેલા કમોસમી વરસાદને કારણે કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે, ત્યારે બજારમાં આગામી દિવસોમાં કેસર કેરીની કેવી આવક થશે એ જોવાનું રહેશે.
kesar mango price |
પ્લાનિંગથી કરશો કેરીની ખેતી તો ઉત્પાદનમાં થશે વધારો, આ બાબત પર ખેડૂતો આપે ખાસ ધ્યાન
- ગ્લોબલ વોર્મિંગના કારણે ખેતીપાક પર મોટી અસર થઈ છે. થોડા સમય પહેલા અમરેલીના સાવરકુંડલા એપીએમસીમાં ભર શિયાળે કેસર કેરીની આવક થઈ હતી. શિયાળામાં કેસર કેરી વેચાવા આવતા લોકો પણ જોવા ઉમટી પડ્યા હતા. કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને સલાહ આપી રહ્યા છે કે જો ખેડૂતો કેરીના પાકનું ઉત્પાદન વધારવા માંગતા હોય તો હવામાન પરિવર્તનના આ યુગમાં કેરીની ખેતી કરતા પહેલા અમુક બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો ખેડૂતો કેરીના વાવેતરના સમયથી જ યોગ્ય આયોજન કરે તો ભવિષ્યમાં થતા નુકસાનને ટાળી શકાય છે.
- વાતાવરણમાં પલટાને કારણે કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે, જ્યારે હજુ આવતા દિવસોમાં કેરીની આવક વધી શકે છે.
શું ધ્યાનમાં રાખશો
- બદલાતી ઋતુ પ્રમાણે બગીચામાં છંટકાવ અને સિંચાઈ કરી ખાતર આપવું જરૂરી છે. સમયાંતરે બાગાયતશાસ્ત્રીઓનો અભિપ્રાય લેવો જોઈએ. જેથી બગીચામાં થતા નુકસાનકારક ફેરફારોને અટકાવી શકાય. આંબા માટે હંમેશા સુધારેલી જાતો પસંદ કરો.
- કેરીની ખેતી માટે સૌથી મહત્વપૂર્ણ બાબત જમીન, આબોહવા અને વિવિધતા છે. વરસાદી પાણીનો નિકાલ થઈ શકે અને સારી ગુણવત્તાવાળી જમીન હોવી જરૂરી છે. કેસર, હાપુસ, લંગડો, બદામ, વનરાજ તેની ખેતી માટેની સુધારેલી જાતો છે.
kesar mango price |
મહત્વની લિંક
Home page | Click here |
Join our whatsapp Group | click here |
કેવી જમીન છે કેરીના પાક માટે ઉત્તમ
- કેરીની ખેતી માટે સૌથી યોગ્ય જમીન કાળી અને રેતાળ છે. જોકે હાલ તે અન્ય પ્રકારની જમીનમાં પણ ઉગાડવામાં આવે છે. વધુ વરસાદ પડે તો પાણીના નિકાલની પણ વ્યવસ્થા કરવી જોઈએ. રોગના કિસ્સામાં સ્પ્રે કરો. હવે ડ્રોન આવવાથી કેરીના પાક પર છંટકાવ કરવો ખૂબ જ સરળ બની ગયો છે. કેરીના પાકનો મોર આવવાના સમયે વરસાદ પડે ત્યારે નુકસાન થવાની સંભાવના વધુ રહે છે. વરસાદની સિઝન શરૂ થાય તે પહેલાં કેરીનું વાવેતર કરો. કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા નિર્દિષ્ટ કરેલ અંતરે તેનું વાવેતર કરો. કોઈપણ રોગ દેખાય તો તરત બાગાયતશાસ્ત્રીની મદદથી ઉકેલ લાવો.
પ્રશ્નો :-
કેસર કેરી ક્યા વિસ્તારની ફેમસ છે ?તાલાલા ગીરની
કેસર કેરી ની હાલ ની કીમત શું છે ?
પેટી ના ૧૫૦૦ થી ૨૦૦૦ રૂપિયા