Whatsapp New Feature
WABetaInforએ આપેલી જાણકારી મુજબ, મલ્ટીપલ ડિવાઈસ ફીચર માટે વોટ્સએપ એન્ડ્રોઈડ એપ અને iOS પર નવું ઈન્ટરફેસ લાવવા પર કામ કરી રહી છે. કહેવાઈ રહ્યું છે કે જ્યારે યુઝર વોટ્સએપને બીજા ડિવાઈસમાં ઉપયોગ કરવા ઈચ્છશે તો ચેટ હિસ્ટ્રી કોપી કરવાની રહેશે. ચેટનો ડેટા કોપી કરવામાં વધારે ડેટા ખર્ચ થઈ શકે છે, જેના કારણે વોટ્સએફને WiFi કનેક્શનનની જરૂર પડી શકે છે.
Whatsapp News :
- મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે વોટ્સએપને લઈને એક મોટી જાહેરાત કરી છે. તેણે ફેસબુક પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે હવે 1 વોટ્સએપ એકાઉન્ટ એક સાથે 4 ફોનમાં લોગિન થઈ શકશે.
- વોટ્સએપ દુનિયામાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતું મેસેંજિગ એપ છે. પોતાના યુઝર્સ માટે આ કંપની નવા નવા અપડેટ લાવતી રહે છે. આજે પણ યુઝર્સનેન વોટ્સએપને લઈને મોટી અપડેટ મળી છે.
- માર્ક ઝુકરબર્ગે ફેસબુક પર આ જાહેરાત કરી હતી. જણાવી દઈએ કે પહેલા બીટા ટેસ્ટિગ દ્વારા આ ફીચર બહાર પાડયું હતું. પણ હવે તમામ યુઝર્સ આ ફીચરનો ઉપયોગ કરી શકશે.
- વોટ્સએપે 'કમ્પેનિયન મોડ' ફીચર રોલઆઉટ કર્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સને મલ્ટિ-ડિવાઈસ સપોર્ટ મળશે. એટલે કે કમ્પેનિયન મોડ ફીચરની મદદથી યુઝર્સ અન્ય ડિવાઈસ પર પણ તે જ વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે.
હવે એક સાથે 4 ફોનમાં ચાલાવી શકશો |
Whatsapp Multi Device ફીચર ના ફાયદા
નવા ફીચરનો શું ફાયદો થશે?પહેલા યુઝર્સ Whatsapp માત્ર એક ફોનમાં એકાઉન્ટનો યુઝ કરી શકતા હતા, પરંતુ હવે તેઓ 4 ફોનમાં એક સાથે વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે. આ માટે યુઝર્સને લોગ આઉટ કરવાની પણ જરૂર નહીં પડે અને બીજા ફોનમાં વોટ્સએપ ખોલવાથી ચેટ ડીલીટ પણ નહીં થાય. નવા ફીચરથી ખાસ કરીને નાના ધંધાર્થીઓને ફાયદો થશે કે જેઓ તેમના બીઝનેશ માટે whatsapp business વાપરી રહ્યા છે. આ સુવિધા સાથે, તમારા કોઈપણ કર્મચારી હવે તે જ WhatsApp બિઝનેસ એકાઉન્ટમાંથી ગ્રાહકોને રીપ્લાય આપી શકશે.
Whatsapp Multi Device નો ઉપયોગ કેમ કરવો ?
- સૌ પ્રથમ તમારા ફોન પર WhatsApp ઓપન કરો.
- ત્યાર બાદ ઉપર આપેલા ત્રણ ટપકા ક્લીક કરો
- તેમા વધુ વિકલ્પો > લિંક કરેલ ઉપકરણ પર ટેપ કરો.
- ડીવાઇસને લિંક કરો પર ટેપ કરો.
- ત્યારબાદ તમારો પ્રાયમરી ફોનને અનલોક કરો.
- તમે જે ડીવાઇસને લિંક કરવા માંગો છો તેની સ્ક્રીન પર તમારા પ્રાથમિક ફોનને રીડીરેકટ કરો અને QR કોડ સ્કેન કરો.
- હવે તમારા બીજા ફોનમાં WhatsApp ખુલી જશે.
અગત્યની લિંક ::
હોમ પેજ | અહિં ક્લીક કરો |
જોબની નિયમિત અપડેટ માટે whatsapp Group જોઇન | અહીં ક્લિક કરો |