5 Natural Drink Energy Booster
હોળી પુરી થયા બાદ હવે ગરમી નું પ્રમાણ વધશે. ગરમી વધુ પડવાથી માણસો ના શરીર માં પાણી નું પ્રમાણ જળવાઈ રહે તે જરૂરી છે. પાણી પૂરતું ન હોઈ શરીર માં તો ઘણી જ સમસ્યાઓ સર્જાય શકે છે. માણસ ને HEALTHY રહેવા માટે પાણી ખુબ જ જરૂરી છે. ખુબ જ ગરમી ને કારણે ઉનાળામાં પાણી ઘટી જતું હોઈ છે.5 Natural Drink: |
5 Natural Drink – 5 નેચરલ ડ્રિન્ક
- ઉનાળામાં શરીર માં પાણી ઘટી ન જાય તે માટે અમુક ઠંડા પીણાં નું નિયમિત સેવન કરતુ રેહવું જરૂરી છે. જેથી કરી ને શરીર માં પાણી ઘટી ન જાય. તો ચાલો જાણીએ ઉનાળામાં પી શકાય તેવા 5 નેચરલ ડ્રિન્ક.
૧- છાશ
- છાશનું સેવન ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. છાશ ના સેવનથી માણસ ના પેટ માં ગરમી શાંત થાય છે. દરરોજ છાશ પીવાથી માણસ ની પાચનશક્તિ સારી બને છે તથા આંતરડાની સફાઈ પણ થાય છે.
- લગભગ લોકો જમવા સાથે છાશ લેતા હોઈ છે. આથી છાશ એ ખુબ જ લોકપ્રિય તો છે જ સાથે સાથે ગુણકારી પણ છે.
૨- શેરડીનો રસ
- નેચરલ એનર્જી બૂસ્ટર ડ્રિન્ક માનવામાં આવે છે. પીવાથી લૂ થી બચવામાં પણ મદદ મળે છે. દરરોજ એક ગ્લાસ શેરડીનો જ્યુસ પીવાથી શરીરમાં ઠંડક રહે છે.
- શેરડીનો રસ ગરમીઓમાં સૌથી વધુ વેચાતું પીણું છે. તે એક કુદરતી પીણું હોવાથી તેનાથિ કોઈ નુકશાન થતું નથી. માટે ગરમી માં આનું સેવન કરવું જોઈએ.
૩- લીંબુ
- પાણીલીંબુમાં વિટામિન-સી ભરપૂર પ્રમાણમાં હોય છે, જેનાથી શરીરની ઈમ્યુનિટી વધે છે.
- લીંબુપાણી પીવાથી શરીર માં પાણી નું પ્રમાણ જળવાય રહે છે. અને પેટ સંબંધિત બીમારી માં પણ ફાયદાકારક છે.
૪- નારિયેળ
- પાણીનારિયેળ પાણી એ આખું વરશ મળી રહે છે. તે પણ એક NATURAL ડ્રિન્ક છે. તેની કોઈ પણ ગેરફાયદો નથી.
- તે પીવાથી શરીર માં શક્તિ રહે છે. કોઈ પણ બીમારી હોઈ તો પણ ડોક્ટર્સ લોકો દર્દી ને નારિયેળ પાણી પીવડાવાનું કહે છે. તેમાં રહેલા પોશાક તત્વો તમારા શરીર ને ડિહાઈડ્રેટ થતા રોકે છે.
૫- બિલી પથ્થરનો જ્યુસ
- આ જ્યુસ ગરમીઓમાં સ્વાસ્થ્યને ખૂબ ફાયદો પહોંચાડે છે. આને પીવાથી પેટની ગરમી શાંત થઈ જાય છે. આ જ્યુસ થી ભૂખ પણ વધુ લાગે છે અને રોગ પ્રતિકાર શક્તિ માં પણ વધારો થાય છે. અને શરીર માં પાણી ઘટવા દેતું નથી.
Disclaimerઅમે તમારા સુધી 5 નેચરલ ડ્રિન્ક પીવાના ફાયદાની માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી સાચી, સુરક્ષિત અને તેના વિશેષજ્ઞ દ્વારા સાચી માહિતી પહોચાડવાનો અમારો ઉદ્દેશ છે. આ સામગ્રી ફક્ત સલાહ સહિત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈ પણ રીતે લાયક તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. આ માહિતીને ઉપયોગમાં લેતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.