Benefits Of Triphala – ત્રિફળા ના ફાયદા
ચાલો જાણીએ Benefits Of Triphala – ત્રિફળા ના ફાયદા ત્રિફળાના મુખ્ય ત્રણ ઘટકો હોય છે. આમળા હરડે અને બહેડા. તો ચાલો જાણીએ ત્રિફળાના ફાયદા
કબજિયાત દૂર કરવા માટે
- ત્રિફળા ને ઈસબગુલ સાથે લેવાથી ફાયદો થાય છે. રાતે સૂતા પેહલા એક ચમચી ગરમ પાણી સાથે ત્રિફળા ચૂર્ણ ગરમ દૂધ સાથે લેવાથી કબજીયાત થતું નથી.
આંખોનું તેજ વધારવા માટે
- રાતે સૂતા પેહલા એક ગ્લાસ પાણી માં એક થી દોઢ ચમચી આ ચૂર્ણ પલાળી ને સવારે ગ્લાસમાંથી હલાવ્યા વિના પાણી કાઢી ઉપરથી ને એ પાણી થી આંખ ધોવાથી આંખો ની તંદુરસ્તી સારી રહે છે. અને તેનું તેજ વધે છે. રોગો હોઈ તો તે પણ મટી જય છે.
ત્રિફળા શરીર ને રોગ થવા દેતો નથી
- ત્રિફળા આમળા બહેડા અને હરડે માંથી બને છે. તે વાત પિત્ત કે કફ ના રોગો ને દૂર કરે છે અને શરીર તંદુરસ્ત રહે છે.
વાયુ દૂર કરે છે
- ત્રિફળા થી પેટની સમસ્યાઓ દૂર થાય છે. પાચનતંત્ર સુધરે છે. અને જે લોકો ને ગેસ વાયુની સમસ્યા હોય તેને સવાર સાંજ એક એક ચમચી આ ચૂર્ણ નવશેકા પાણીમાં લેવાથી ફાયદો થશે.
વાળ ની સમસ્યામાં પણ ત્રિફળા મદદરૂપ થાય છે
- નિયમિત ત્રિફળા ચૂર્ણ લેવાથી વાળ ખરવાની તૂટવાની સમસ્યા ઓછી થાય છે. સફેદ થતાં વાળની સમસ્યામાં પણ ઘટાડો કરે છે. નિયમિત ત્રિફળા ચૂર્ણ લેવાથી વાળ માટે ખૂબ જ જરૂરી છે.
ત્રિફળા ચામડી માટે સારા છે
- ત્રિફળા માં એન્ટી ઓક્સડન્ટ ભરપૂર હોય છે. નિયમિત લેવાથી ચેહરો ચોખો અને શુદ્ધ રહે છે. ચમકીલો બને છે.
ડાયાબિટીસ ના દર્દી માટે લાભદાયક છે
- આ ચૂર્ણ નિયમિત લેવાથી ડાયાબિટીસ માં ફાયદાકારક સાબિત થાય છે. સવાર સાંજ આ ચૂર્ણ નવશેકા પાણી સાથે લેવાથી સુગર લેવલ કંટ્રોલ મંરહે છે.
આમળામાં ભરપૂર માત્રામાં એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે. તે પાચનને લગતી સમસ્યા, ઉલ્ટી તથા હૃદયને લગતી સમસ્યાઓ દૂર કરે છે. પેનક્રિયાસની ક્ષમતા વધારીને તે કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે તથા હાડકા પણ મજબૂત બનાવે છે. બહેડા પાચનતંત્રની સમસ્યાઓમાં રામબાણ ઈલાજ છે. તે લોહીમાં કોલેસ્ટ્રોલની માત્રા જાળવી રાખે છે. આ ઉપરાંત શરદી, અસ્થમા, આંખને લગતા રોગો અને વાળ ખરવાની સમસ્યામાં તે અકસીર ઈલાજ છે. ત્રિફળામાં રહેલુ ત્રીજુ તત્વ આમળા અલ્સર, ત્વચાને લગતા રોગો, ડાયાબિટીસ, કબજિયાત, પેટમાં દુઃખાવાને દૂર કરે છે અને શરીરમાં આંતરિક રક્તસ્રાવ રોકવામાં પણ મદદ કરે છે.
ત્રિફળા બનાવવાની રીત | ત્રિફળા ચૂર્ણ બનાવવાની રીત | Triphala churna banavani rit
ત્રિફળા બનાવવાની રીત મા આપણને નીચે મુજ્બની સામગ્રી જોઇશે- હરડે:- ૨૦ ગ્રામ
- બહેડા:- ૪૦ ગ્રામ
- આંબળા:- ૮૦ ગ્રામ
ત્રિફળા ચૂર્ણ ના અન્ય ઉપયોગો
- બ્લડ પ્રેશર ને કન્ટ્રોલ કરવામાં ત્રિફળા ચૂર્ણ નો સેવન કરવું લાભકારી માનવામાં આવ્યું છે.
- કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે પણ ત્રિફળા નો ઉપયોગ કરવમાં આવે છે.
- વાયરલ ઇન્ફેકશન અને બેકટેરીયલ સંક્રમણ ને રોકવા માટે તમે ત્રિફળા ચુર નું સેવન કરી શકો છો. કારણ કે ત્રિફળા ચૂર્ણ માં એન્ટી બેકટેરીયલ અને એન્ટી ફંગલ ગુણો રહેલા છે જે શરીર ને જીવાણુઓ થી રક્ષણ પૂરું પાડવામાં મદદ કરે છે.
- રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પણ ત્રિફળા ચૂર્ણ નું સેવન કરવું જોઈએ. ડાયાબીટીશ માં ત્રિફળા ચૂર્ણ નું સેવન કરવાથી લાભ થાય છે. તેના નિયમિત સેવન થી શરીરમાં ગ્લુકોઝ લેવલ ઓછું કરી શકાય છે.
- ત્રિફળા માં એન્ટી ડાયાબીટીક અને હાઈપોગ્લીસેમિક હોય છે જે ટાઈપ ૨ ડાયાબીટીસ ને કન્ટ્રોલ માં રાખવાનું કામ કરે છે.
- ત્રિફળા ચૂર્ણમાં બ્લડ સર્ક્યુલેશન સારું કરવાનો ગુણ પણ સામેલ છે.
- બ્લડ સેર્ક્યુલેશન સારું રહેવાથી શરીરના દરેક હિસ્સા માં લોહી અને ઓક્સીજન સરખી માત્ર માં મળી રહે છે.
- શરીર ને સમયાન્તરે ડીટોકસીફાઈ કરવું જરૂરી છે. જે ત્રિફળા ચૂર્ણ ના સેવન થી કરી શકાય છે. ત્રિફળા ચૂર્ણ શરીર માં જમા થયેલા જાહેરીલા તત્વો બહાર નીકળવામાં મદદ કરે છે. ઘણી વાર ખરાબ ભોજન ને કારણે થતા નુકસાન ની અસર ને દૂર કરવા ત્રિફળા ચૂર્ણ નું સેવન કરવામાં આવે છે.
- ઉમર વધવાની સાથે સાથે હાડકા કમજોર થતા જાય છે. આમ ના થાય તેના માટે ત્રિફળા ચૂર્ણ નું નિયમિત દરરોજ સેવન કરવાથી ફાયદો થાય છે.
- ત્વચા સબંધિત કોઈપણ સમસ્યા ના નિવારણ માટે ત્રિફળા ચૂર્ણ નું સેવન કરવામાં આવે છે. ત્રિફળા ચૂર્ણ માં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ રહેલો છે જે ત્વચા ને ખુબ જ લાભ પહોચાડે છે.
ત્રિફળા ના ફાયદા: |
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
જોબની નિયમિત અપડેટ માટે whatsapp Group જોઇન | અહીં ક્લિક કરો |