-->

Join Group

Ad Unit (Iklan) BIG

Health Tips: હેડકી આવવાના કારણો અને હેડકીને અટકાવવાના ઉપાયો

Health Tips: હેડકી આવવાના કારણો અને હેડકીને અટકાવવાના ઉપાયો


હેડકી આવવાના કારણો અને હેડકીને અટકાવવાના ઉપાયો: આપણામાંના દરેકને કોઈને કોઈ સમયે હેડકી એટલે હિચકી આવી છે, પછી બધી હેડકી એ સામાન્ય બાબત છે. તે માત્ર માણસોને જ નહીં, પણ પ્રાણીઓને પણ આવે છે. ક્યારેક હેડકી આવવાના ઘણા કારણો હોઈ શકે છે. પરંતુ જો તમને સતત હેડકી આવતી હોય તો મેડિકલ સાયન્સ મુજબ તે એક રોગ છે.
Health Tips: હેડકી આવવાના કારણો અને હેડકીને અટકાવવાના ઉપાયો
હેડકી આવવાના કારણો





✓ સામાન્ય રીતે લોકો એવું માને છે કે, કોઈ આપણને યાદ કરે છે એટલે હેડકી આવે છે. પરંતુ ખરેખર એવું નથી.
✓ વારંવાર હિચકી આવે છે બંદ જ નથી થતી શું કરવું ? મને કોઈ બીમારી તો નહિ હોય ને ?

હેડકી આવવાના કારણો

હેડકી આવવાના કારણો નીચે મુજબ છે.

  • હેડકી આવવાના કારણો અજીર્ણ, અપચો અને ગેસ થવાથી,
  • ભોજન પર ભોજન કરવાથી,
  • તળેલા, તીખા અને વધુ પડતા ભારે આહારથી,
  • ઉજાગરાથી,
  • વધુ પડતા ઉપવાસ કરવાથી,
  • કબજિયાતના લીધે
  • કેટલીક વાર વધુ પડતી ચિંતાને લીધે પણ હેડકી આવે છે.

હેડકીને અટકાવવાના ઉપાયો

હેડકી આવવાના કારણો જોયા હવે હેડકી આવતી કઈ રીતે અટકાવી શક્ય તે જોઈએ. હેડકીને અટકાવવા માટે નીચે મુજબ આયુર્વેદિક ઉપાયો કરી શકાય છે.

  • તમારા શ્વાસને થોડીક સેકન્ડો માટે પકડી રાખવાથી તમારા શરીરમાં કાર્બન ડાયોક્સાઈડ અસરકારક રીતે જળવાઈ રહે છે. તે ડાયાફ્રેમમાં ખેંચાણ દૂર કરવામાં મદદ કરે છે અને આ રીતે હેડકી રોકી શકાય છે.
  • હેડકી આવે ત્યારે ગળા પર ઠંડા પાણીમાં બોળેલું કપડું અથવા આઈસ બેગ રાખવાથી પણ ફાયદો થાય છે.
  • હેડકી આવે તો એક ગ્લાસ ભરીને બરફીલું ઠંડુ પાણી ચુસકી ચુસકીએ પી જાઓ. પાણી પીતી વખતે નાક બંધ કરવું જોઈએ. જ્યારે તમે પાણી ગળી રહ્યા હોવ ત્યારે અન્નનળીના લયબદ્ધ સંકોચન ડાયાફ્રામના ખેંચાણને દૂર કરી શકે છે.
  • લીંડી પેપર નું ચૂર્ણ અને મોર ના પીછાની બસમાં મધ સાથે દર ત્રણ કલાકે બે બે ગ્રામ જેટલું ચાટવાથી હેડકી મા રાહત મળે છે તથા ઉલટી ની સમસ્યા હોય તો તેમાં પણ આ ફાયદાકારક છે.
  • આયુર્વેદ મુજબ હેડકી આવે ત્યારે મધ ખાવાથી પણ હેડકી બંધ થઈ જાય છે.એકાએક મળનારી મધની મીઠાશથી શરીરની નર્વ્સ બેલેન્સ થઈ જાય છે.
  • એક ગાંગડી ગોળ એક ચમચી ઘી ચપટી સૂટ સાથે ચાટી જવાથી પણ હેડકી બંધ થઈ જાય છે.
  • હેડકી આવે ત્યારે કાગળની નાની થેલીમાં ધીમો અને ઊંડો શ્વાસ લો. પછી શ્વાસ દ્વારા ધીમે ધીમે બેગને ફુલાવો. ક્યારેય પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
  • હેડકી શરુ થાય એટલે તરત જ બેસીને અથવા સુઈને ઘુંટણને છાતી સુધી લાવો. આનાથી ફેફ્સા પર પ્રેશર આવે છે અને હેડકી રોકાઈ જાય છે.
  • એકદમ વારંવાર તીવ્ર હેડકી આવતી હોય અને બંધ થતી જ ન હોય તો અડધી ચમચી જેઠીમધનું ચુર્ણ અડધા કપ દુધમાં નાખી ઉકાળી ઠંડું પાડી, તેના ચારથી પાંચ ટીપાં બંને નાકમાં નાખવા તથા મધ-માખણ મીશ્ર કરી ચટાડવું.

હેડકી અટકાવવા માટે અસરકારક ઉપાયો :- 
  • જીભને રુમાલથી પકડીને ત્રણેક વાર ખેંચવી. પાંચ એલચી ને છાલ સાથે પીસીને બે ગ્લાસ પાણીમા ઉકાળી લેવી પછી તેને ગાળીને તે પાણી પીવુ. છિંક આવવાથી હેડકી બંધ થઈ જાય છે, તો કોઇપણ રીતે છીંકવાની કોશિશ કરવી.
  • તાજા આદુ ના નાના ટુકડાઓ કરીને તેને ચુસવા થી વારેવારે આવતી હેડકી મા આરામ મળે છે. ઠંડાપાણી થી નહાવાથી હિંચકી જતી રહે છે. તજનો ટુકડો મોઢામા મુકીને ચુસવાથી પણ હેડકી જતી રહે છે. ખાંડ ખાવાથી હેડકી માં આરામ મળે છે.
  • લાંબા શ્વાસ લેવાથી હેડકી આવતી અટકી જાય છે. ઉપર અમે તમને પરંપરાગત તથ્યો જણાવ્યા છે, જો વધુ પડતી હેડકી આવે તો નજીકના ડોક્ટર નો સંપર્ક જરૂર કરવો જોઈએ.

 

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
જોબની નિયમિત અપડેટ માટે whatsapp Group જોઇનઅહીં ક્લિક કરો

Related Posts

Subscribe Our Newsletter