લીમડાનો મોર ખાવાના ફાયદા: ચૈત્ર મહિનામા લીમડાનો મોર ખાઓ અને આખુ વર્ષ નિરોગી રહો લીમડાનો મોર ખાવાના ફાયદા: ચૈત્ર મહિનો આવે એટલે લીમડા મા નવો મોર અને કૂણા પાન આવવાનુ ચાલુ થઇ જાય છે. એવુ કહેવાય છે કે ચૈત્ર મહિનામા દરરોજ લીમડાના કૂણા 8-10 પાન અને મોર ખાઇ લ્યો તો આખુ વર્ષ નિરોગી રહો. પૌરાણીક સમયથી જ ચૈત્ર મહિનામા લીમડો ખાવાનુ ખૂબ જ મહત્વ રહેલુ છે. એટલે જ પહેલા સમયમા લોકો સવારે લીમડાનુ દાતણ કરવામા આવતુ. ચાલો આજે ચૈત્ર મહિનામા લીમડાનો મોર ખાવાના અદભુત ફાયદા જાણીએ.
કેવી રીતે બનાવશો લીમડાનો રસ
- ચૈત્ર મહિનામા લીમડાના 8-10 કુમળા પાન, મુઠ્ઠીભર ફૂલ, બે કાળાં મરી, હિંગ, સિંધવ, જીરું અને અજમો મિક્સ કરીને તેનો રસ દરરોજ પીવાથી આખું વરસ નીરોગી રહેવાય છે. લીમડાના ઝાડ પરના ઝીણાં ફુલ એટલે કે મોરને અને લીમડાનાં કૂણાં પાનને સર્વરોગ પરિહારક તરીકે પણ ઓળખવામા આવે છે.
- લીમડો શીતળ, હળવો, કડવો, સ્વાદે તીખો અને પૌષ્ટિક છે. જે કૃમિ, ઊલટી, તાવ, રક્તદોષ, કફ-પિત્ત, દાહ અને વાયુને મટાડે છે. લીમડાનો રસ કડવો હોવાથી કફ અને પિત્ત થતા નથી આખું વર્ષ જો તમારે કફ-પિત્ત અને વાયુના દોષથી સુરક્ષીત રહેવુ હોય તો ચૈત્ર મહિનામાં મોરનો રસ કાઢીને પીવો જોઈએ.
લીમડાનો મોર ખાવાના ફાયદા:
- લીમડાને ચૈત્ર મહિનામાં કુમળાં-કુમળાં પાન અને સફેદ ફૂલની માંજર આવે છે જેને મોર કહે છે. ઘણા લોકો આ પાન અને ફૂલને વાટીને તેમાં થોડું મીઠું(નમક) નાખીને પીતા હોય છે. લીમડાનો મોર ખાવાથી કે તેનો રસ પીવાથી નીચે જેવા ફાયદા થાય છે.લીમડાના મોરથી ઉનાળામાં નીકળતા ધામિયા નામના ગૂમડા, ચામડીના વીવીધ રોગો જેવા કે ખંજવાળ સાથેના દાદર, ખરજવું વગેરે તકલીફો દૂર થાય છે.
- આંગણામાં છાંયડો પાથરતો લીમડો એસિડિટીને જડમૂડથી નાબૂદ કરનાર અકસીર ઔષધ છે.
- લીમડાના પાંનથી ખોરાક પ્રત્યે રુચી વધે છે અને ભૂખ લાગે છે. જેમને ખોરાક પ્રત્યે રુચિ ન થતી હોય તેમને લીમડાનાં પાન અને નમકનું મિશ્રણ ખૂબ ઉપયોગી થાય છે. લીમડાની ઔષધિ પ્રત્યે સ્વભાવિક રુચિ નથી થતી પરંતુ તે ખોરાક પ્રત્યેની અરુચિ દૂર કરે છે.
ચૈત્ર મહિના લીમડાના રસ :
- ચૈત્ર મહિના પહેલાં આઠ દિવસમાં લીમડાનાં દસ કુમળાં પાન, મુઠ્ઠીભર ફૂલ, બે કાળાં મરી, હિંગ, સિંધવ, જીરું અને અજમો મિક્સ કરીને ખાવાથી આખું વરસ નીરોગી રહેવાય છે એવું શાસ્ત્રકારો કહે છે. ચૈત્રમાં લીમડાના ઝાડ પર ઝીણાં ફૂલ બેસે છે જેને લોકભાષામાં મોર કહે છે. આ મોર અને લીમડાનાં કૂણાં પાનને સર્વરોગ પરિહારક માનવામાં આવે છે. પહેલાંના જમાનામાં તો લીમડાની ડાળી ઊઠીને સૌથી પહેલી વપરાતી હતી દાતણ માટે. એનાથી દાંતમાં સડો અટકે, દુર્ગંધ અટકે અને પેઢાંમાંથી લોહી નીકળતું હોય તો એ પણ બંધ થાય. રોજ આ નિયમ રાખવાથી દાંતની તકલીફો આવતાં પહેલાં જ પ્રિવેન્ટ થાય છે. કડવો રસ પેટમાં ઊતરે તો પાચન પણ સુધરે છે. આ પ્રયોગથી ઉનાળામાં જોવા મળતી અળાઈ, ફોલ્લી અને ગૂમડાંથી રક્ષણ મળે છે.
- લીમડો શીતળ, હલકો, કડવો, તીખો અને પૌષ્ટિક છે. એ ઘા રુઝાવે છે, સોજા ઉતારે છે તેમ જ કૃમિ, ઊલટી, તાવ, રક્તદોષ, કફ-પિત્ત, દાહ અને વાયુ મટાડે છે. એની બહારની છાલ કરતાં અંદરની છાલમાં ગુણ વધારે હોય છે. કડવો રસ હોવાથી કફ અને પિત્તનું શમન કરે છે. એનાં પાન અને છાલ જંતુઘ્ન, વ્રણશોધન અને બળતરા શમાવનારાં છે. લીમડાની લીંબોળીઓની અંદરનું બીજ ઘા રુઝાવનારું અને રોગો મટાડનારું ગણાય છે.
- આખું વરસ કફ-પિત્ત અને વાયુના દોષથી બચવું હોય તો ચૈત્ર મહિનામાં આઠ દિવસ સુધી મોરનો રસ કાઢીને પીવાનું પણ કહેવાયું છે. રસમાં એકલો કડવો રસ હોય છે અને એટલે એને અજમો, સિંધવ અને કાળાં મરી જેવા મસાલાઓથી ગુણસંતુલન કરવામાં આવે છે. મલેરિયામાં જ્યારે ક્વિનાઇનની અસર ન થાય ત્યારે લીમડાની છાલના ચૂર્ણ અથવા લીમડાના પાનનો રસ, સિંધવ અને કાળાં મરીનો ઉપયોગ અકસીર નીવડે છે. તાવ ગયા પછીની રિકવરીમાં પણ આ પ્રયોગ સારો છે.
|
લીમડાના મોર ખાવાના ફાયદા અને રીત |
લીમડો અનેક રોગો સામે રક્ષણ
- લીમડો અનેક રોગો સામે રક્ષણ આપે છે, પરંતુ હવે તો જસ્ટ કૉસ્મેટિક પ્રોડક્ટ્સ સિવાય બહુ જગ્યાઓએ લીમડાનો વપરાશ થતો જોવા નથી મળતો. નીમ ત્વચા માટે ગુણકારી છે. ત્વચાના રોગોનું કારણ કફ અને પિત્તનો વિકાર ગણાય છે ને લીમડાથી એ બન્ને દોષોની શુદ્ધિ થતી હોવાથી ચામડી માટે અદ્ભુત દવા ગણાય છે.
- લીમડામાં રહેલાં નિમ્બિન, નિમ્બિનિન અને નિમ્બિડિન જેવાં કેમિકલ્સ વાઇરસ અને ફૂગનો નાશ કરવાનો ગુણ ધરાવે છે. ખીલ થવાં, ખરજવું થવું, ચામડીમાં બળતરા થવી, ખરી પડવી જેવી તકલીફોમાં લીમડાનાં લીલાં પાન લસોટીને એનો લેપ અસરગ્રસ્ત જગ્યાએ લગાવવો.
- લીમડાનું ટર્વેનોઇડ નામનું તત્વ જંતુ મારવાનું કામ કરે છે. એની છાલ અને પાંદડાં જંતુપ્રતિરોધક અને રક્તસ્તંભક હોવાથી કોઈ પણ પ્રકારના ઘાને રુઝાવવા માટે વપરાય છે. ફ્લુ અને તાવના દરદીઓની પથારીની આસપાસની હવામાંના વાઇરસનો નાશ કરવા પથારીની ફરતે લીમડાનાં પાન પાથરવામાં આવે છે.
- રોજ સાંજે લીમડાનાં પાનની ધૂણી કરીને ઘરના ખૂણે-ખૂણે ફેરવવાથી મચ્છરો અને અન્ય બૅક્ટેરિયા નાશ પામે છે.
પેટના રોગો ભગાડે
- પેટમાં કૃમિ થયા હોય તો લીમડાનાં પાનનો રસ પીવાથી નીકળી જાય છે. લીમડાનો રસ ન પીવાતો હોય તો લીમડાનાં પાન વાટી એમાં ચપટીક હિંગ ભેળવીને ખાઈ જવાં.
- પિત્તને કારણે તાવ આવ્યો હોય અને શરીરમાં બળતરા થતી હોય તો લીમડાનાં પાનનો રસ કાઢીને એને ખૂબ જ ફીણવો. પિત્ત ચડી ગયું હોય તો લીમડાનાં પાનનો રસ પીવાથી ઊલટી થઈને પિત્ત બહાર નીકળી જશે.
- લીમડાનાં પાનના રસમાં ચપટીક ખડીસાકર મેળવીને આઠ-દસ દિવસ સુધી પીવાથી શરીરની વધારાની ગરમી દૂર થાય છે. કૉલેરાનો વાવર ચાલતો હોય ત્યારે એક તોલો લીમડાનાં પાનમાં ચપટીક કપૂર અને એટલી જ હિંગ નાખીને ગોળી બનાવવી. જ્યાં સુધી કૉલેરાના ચેપનો ભય હોય ત્યાં સુધી રોજ રાત્રે આ ગોળી ખાઈ જવાથી કૉલેરા સામે રક્ષણ મળે છે. એસિડિટીના દર્દીઓએ ચૈત્રમહિનામાં લીમડાની માંજર અને કૂમળાં પાનનું શરબત ખાસ પીવું જોઇએ.
લીમડા ના મોરના રસના ફાયદા જ ફાયદા
- ચામડીનાં દર્દોમાં ચમત્કારિક પરિણામ આપે છે લીમડા આરિષ્ટ એટલે કે જે ક્યારે અશુભ કે હાનિ પેદા નથી કરતો તેવો લીમડો.
- લીમડો બ્લડ શુગર કંટ્રોલ કરે છે
- કેન્સર સામે રક્ષણ આપે છે.
- લીમડાના પાનનો ધૂમાડો મચ્છર દૂર કરે છે
- ચહેરા પરના ડાઘ દૂર કરે છે.
- લીમડાનું દાતણ કરવાથી દાંત મજબૂત બને છે.
- મલેરિયામાં ફાયદો થાય છે.
- વાળ માટે લીમડો લાભકારી છે.