તુલસીના સેવનના છે અગણિત લાભો |
ગુણકારી તુલસી (Tulsi)
ઔષધીય ઉપયોગ તરીકે તુલસી(Tulsi)ના પાનને ગુણકારી માનવામાં આવે છે. તુલસીના બિયાં પણ લાભદાયી છે. તુલસીના પાનના સેવનથી કફ-વાયુ દોષ દૂર થાય છે. પાચન શક્તિ તેમજ ભૂખ વધે છે અને રક્તને શુદ્ધ કરે છે.આ ઉપરાંત Tulsiના પાન તાવ, હૃદયની બીમારી, પેટનો દુખાવો, મેલેરિયા અને બેકટેરિયલ સંક્રમણમાં ફાયદાકારક સાબિત થાય છે. તુલસી-Tulsi બે પ્રકારની છે રામ અને શ્યામ જેમાં રામ તુલસીને મહત્વ આપવામાં આવે છે.