ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાયું "મોચા" વાવાઝોડું, સર્જી શકે છે વિનાશ.
મોચા તોફાન હવે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે. દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પાસે હવાના ઓછા દબાણને કારણે ચક્રવાત હવે અત્યંત જોખમી બની ગયું છે. હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું કે ચક્રવાતી તોફાન બાંગ્લાદેશમાં પોર્ટ બ્લેરથી લગભગ 510 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ અને કોક્સ બજારથી 1,210 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં કેન્દ્રિત છે. ‘મોચા’ ગુરુવારે મધ્યરાત્રિ સુધીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે. વાવાઝોડું 14 મેના રોજ બાંગ્લાદેશ અને મ્યાનમાર વચ્ચેના દરિયાકાંઠાને પાર કરશે અને ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધશે. IMDએ કહ્યું કે વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે અને હવામાંથી ભેજ ખેંચી રહ્યું છે. આગામી દિવસોમાં તમિલનાડુમાં તાપમાનનો પારો વધી શકે છે. હવામાન એજન્સીએ ચક્રવાતી તોફાન ‘મોચા’ માટે ગુરુવારે ઉત્તર-પૂર્વીય રાજ્યો અને આંદામાન અને નિકોબાર ટાપુઓ માટે વરસાદની ચેતવણી જારી કરી છે. મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતની ઝડપને કારણે આ વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.
મોચા મચાવશે તબાહી! દરિયો ગાંડોતૂર, 3 દિવસનું રેડ અલર્ટ જાહેર, આ જગ્યાઓ પર અતિભારે વરસાદની આગાહી
મોચા નામ કેવી રીતે આવ્યું? :
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતનું નામ યમનના નાના શહેર મોચા પરથી પડ્યું છે. તેની મહત્તમ ઝડપ 150-160 kmph 175 kmph સુધી પહોંચી શકે છે.
Cyclone Mocha becomes dangerous, 3 day red alert warning of heavy rains in northeastern states
હવામાન વિભાગ (IMD) અનુસાર ચક્રવાત મોચા 13 મેની સાંજ સુધીમાં ખતરનાક વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. જે બાદ 135 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધવાની સંભાવના છે.
આજ સાંજ સુધીમાં વાવાઝોડામાં ફેરવાઈ શકે છે 'મોચા'
બાંગ્લાદેશ-મ્યાનમાર તટ તરફ આગળ વધશે 'મોચા'
પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા
છેલ્લા થોડા દિવસોથી ચક્રવાત મોચાના ભણકારા વાગી રહ્યા છે એવામાં હવામાન વિભાગ (IMD) અનુસાર ચક્રવાત મોચા 13 મેની સાંજ સુધીમાં એટલે કે આજ સાંજ સુધીમાં ખતરનાક વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. જે બાદ 135 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધવાની સંભાવના છે. જો કે આ ચક્રવાતની અસર શુક્રવાર રાતથી જ જોવા મળવાની હતી આવી સ્થિતિમાં હવામાન વિભાગે 3 દિવસ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ, આસામ અને મણિપુરમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે અને રાજ્ય સરકારોએ તમામ સંબંધિત અધિકારીઓને જાન-માલના નુકસાનને રોકવા માટે તમામ સાવચેતીનાં પગલાં લેવા જણાવ્યું છે.