આજના સમયમાં કોલ રેકોર્ડિંગ ફીચર ખૂબ જ સામાન્ય થઈ ગયું છે, જ્યારે એન્ડ્રોઈડ સ્માર્ટફોનની વાત કરીએ તો તેમાં તે ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ છે. જો કે, ઘણી કંપનીઓ પહેલાંથી જ તેમના સ્માર્ટફોનમાં વૉઇસ કૉલ રેકોર્ડ કરવાની ઇનબિલ્ટ સુવિધા પ્રદાન કરે છે. બીજી તરફ એન્ડ્રોઇડ સ્માર્ટફોન કે જેમાં આ ફીચર નથી, ગૂગલ પ્લે સ્ટોર પર આવી ઘણી એપ્સ ઉપલબ્ધ છે જે વોઇસ કોલ રેકોર્ડ કરવાની મંજૂરી આપે છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે કેવી રીતે ઓળખી શકશો કે તમારો કોલ રેકોર્ડ થઈ રહ્યો છે.
Call Recording: |
કોલ રેકોર્ડ કરવું એ ચોરી
- સૌ પ્રથમ, એ નોંધવું જોઈએ કે કોઈની પરવાનગી વિના કોલ રેકોર્ડ કરવું એ ચોરીનો એક પ્રકાર છે. તે વ્યક્તિની પરવાનગી વિના કોઈપણ વ્યક્તિની વાતચીતને રેકોર્ડ કરવી બંધારણની કલમ 21 વિરુદ્ધ છે. એટલે કે દરેક વ્યક્તિની ગોપનીયતાનું સન્માન કરવું જોઈએ.
- દેશની સર્વોચ્ચ અદાલતના નિર્ણય અનુસાર બંધારણની કલમ 21 હેઠળ જીવનના મૂળભૂત અધિકારોમાં ગોપનીયતાનો અધિકાર એ દરેક વ્યક્તિના જીવનનો અભિન્ન ભાગ છે. એટલે કે કોઈપણ વ્યક્તિના અંગત કોલને રેકોર્ડ કરવું એ પ્રાઈવસીના અધિકારનો ભંગ છે.
- ધારો કે જો કોઈ વ્યક્તિ કોઈની સાથે ખાનગીમાં વાત કરી રહ્યું છે અને તે દરમિયાન કોલ રેકોર્ડ થઈ રહ્યો છે, તો આવી સ્થિતિમાં તેના માટે મોટી સમસ્યા ઊભી થઈ શકે છે. આવી સ્થિતિમાં ફોન કરતી વખતે તમારે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તમારો કોલ રેકોર્ડ તો નથી થઈ રહ્યો અને જો કોઈ સમસ્યા છે તો તમારે સમજી લેવું જોઈએ. જો વોઈસ કોલ દરમિયાન તમને લાગે કે દર થોડીક સેકન્ડ કે મિનિટે બીપ આવી રહી છે, તો તમારે સમજવું જોઈએ કે કોલ રેકોર્ડ થઈ રહ્યો છે.
બીપ અવાજ આવે ત્યારે કૉલ રેકોર્ડિંગ થાય
- કૉલ રેકોર્ડ થઈ રહ્યો છે કે નહીં તે ઓળખવાની આ સૌથી સરળ રીત છે. વૉઇસ કૉલની શરૂઆતમાં અથવા જ્યારે વચ્ચે બીપ અવાજ આવે ત્યારે કૉલ રેકોર્ડિંગની શક્યતા હંમેશા રહે છે.
- કૉલ રેકોર્ડ થઈ રહ્યો છે કે નહીં તે ઓળખવાની બીજી રીત એ છે કે તમે કોઈને કૉલ કર્યો છે અને તેણે તમારો કૉલ સ્પીકર પર મૂક્યો છે, તો સમજવું જોઈએ કે તમારો કૉલ રેકોર્ડ થઈ રહ્યો છે.
- તમને જણાવી દઈએ કે સૌથી સહેલો રસ્તો એ છે કે વોઈસ કોલને સ્પીકર પર રાખીને રેકોર્ડ કરવો. આમાં શું થાય છે કે કોલ દરમિયાન રેકોર્ડર અથવા અન્ય ફોન નજીકમાં રાખીને કોલ રેકોર્ડ કરી શકાય છે.
- આવી સ્થિતિમાં, જો તમને વિશ્વાસ ન હોય તે વ્યક્તિ તમારી સાથે સ્પીકર પર વાત કરી રહી છે, તો તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમારો કૉલ રેકોર્ડ થઈ શકે છે.
મોબાઈલ ઉપયોગ કર્યા વગર પણ મોબાઈલ એક્ટિવેટ થઈ જાય છે?
જો તમે મોબાઈલનો ઉપયોગ નથી કરી રહ્યા, અને તમારો ફોન એમનેમ પડ્યો છે અને તમારા ફોનમાં કોઈ પ્રકારની notification પણ નથી આવતી. તેમ છતાં પણ તમારા ફોનની સ્ક્રીન પર લાઇટ ચાલુ થઇ જાય અથવા અચાનક કેમેરો ચાલુ થઇ જાય તો એને Ignore ન કરવુ જોઇએ. કારણ કે આ રીતે તમારા મોબાઈલ ફોનની જાસૂસી પણ થઇ શકે છે. જો કે ઘણી વખત ખિસ્સા માં મુકેલ મોબાઈલ માં કઇ પણ ટચ થવાથી ફોનની સ્ક્રીન ચાલુ થઇ જવી એ સામાન્ય બાબત છે.બીજી તરફ, જો તમે કોઈ વ્યક્તિને કૉલ કર્યો હોય અને તે દરમિયાન તમને અલગ-અલગ અવાજો આવી રહ્યા હોય, તો એ નોંધવું જોઈએ કે તમારો કૉલ રેકોર્ડ થઈ શકે છે. આ સ્થિતિમાં, ઘણી વખત તમને વચ્ચે અવાજ આવશે, પછી તે પણ બતાવે છે કે તમારો કોલ રેકોર્ડ થઈ રહ્યો છે. તમારો કૉલ રેકોર્ડ ન થાય તે માટે તમારે કૉલ દરમિયાન નાની-નાની બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે. સાથે જ તમને જણાવી દઈએ કે ઓનલાઈન આવી ઘણી એપ્સ છે, જેમાં બીપ અવાજ વગર પણ કોલ રેકોર્ડ થાય છે. એટલે કે અવાજ વગર કોલ રેકોર્ડ થશે અને તમને ખબર પણ નહીં પડે.
.
જો તમારી મરજી વિના કોઈ તમારો કોલ રેકોર્ડ કરે છે તો સંભવ છે કે તમે તેને ચલાવી લેશો નહીં. અનેક વાર તમારી જાણ બહાર તમારો ફોન રેકોર્ડ થાય છે. ભારત સહિત અનેક દેશોમાં તમારી પરમિશન વિના કોલ રેકોર્ડ કરવાનું ગેરકાનૂની છે.
- કોલ રેકોર્ડિંગ છે ગેરકાયદેસર
- આ ટિપ્સથી જાણો તમારો કોલ રેકોર્ડ થઈ રહ્યો છે કે નહીં
- અપનાવી લો આ ઉપાયો અને રહો સેફ
જરૂરી નથી કે કોલ સરકારી એજન્સીઓ જ રેકોર્ડ કરતી હોય
સૌથી મોટો પ્રશ્ન એ છે કે તમે કેવી રીતે જાણી શકશો કે તમારો કોલ રેકોર્ડ થઈ રહ્યો છે કે નહીં. જરૂરી નથી કે દરેક વખતે તમારો ફોન સરકારી એજન્સીઓ જ રેકોર્ડ કરી રહી હોય. સરકારી એજન્સીઓ ટેલિકોમ કંપનીઓની મદદથી કોલ રેકોર્ડિંગ કરે છે. તેના કારણે તમને ખ્યાલ રહેતો નથી.
ફાઈલ ફોટો |
આ રીતે જાણો તમારો કોલ રેકોર્ડ થઈ રહ્યો છે કે નહીં.
ધ્યાનથી સાંભળો
નિયમ એ છે કે જો તમારી પાસે કોઈ કોલ આવે છે કે પછી તમે કોઈને કોલ કરો છો તો તેમાં થોડી સેકંડ બાદ બીપનો અવાજ આવે છે. તો આ સમયે શક્ય છે કે કોઈ તમારો કોલ રેકોર્ડિંગ કરી રહ્યું છે.ફોન ઓવરહીટિંગ
ફોન ગરમ થવો એ સામાન્ય વાત છે પણ આવું વારેઘડી થાય છે તો ધ્યાન રાખો. કોલ રેકોર્ડિંગના કારણે પણ આવું થાય તે શક્ય છે. ફોનમાં આ પ્રકારનું સોફ્ટવેર ઈન્સ્ટોલ થાય છે તો કોલ રેકોર્ડિંગ ક્યાંક મોકલાઈ રહ્યું છે અને સતત કોલ રેકોર્ડિંગ થવાના કારણે ફોન હિટિંગની સમસ્યા આવે છે.વધારે ડેટા વપરાય તો ધ્યાન રાખો
જો તમને લાગે કે તમારો ડેટા વધારે વપરાઈ રહ્યો છે જેટલો તમે ઉપયોગમાં લેતા નથી તો સાવધ થઈ જાઓ. ડેટા યૂઝેઝ ચેક કરો અને જાણો કે તમારો ડેટા ક્યાં વપરાઈ રહ્યો છે. અનેક વાર કોલ રેકોર્ડિંગ સોફ્ટવેર વધારે ડેટા લેતા હોય છે. કેમકે રેકોર્ડિંગ ફાઈલને રિમોટ સર્વર પર સેન્ડ કરવામાં આવે છે.બિનજરૂરી પોપ અપ અને મેસેજ
જો તમે સ્માર્ટફોનમાં લિમિટેડ એપ્સ યૂઝ કરો છો તો જાહેરાત વાળા એપ્સ નહીં હોય. છતાં તમારા ફોન પર પોપ અપ એડ કે મેસેજ આવે છે તો આ એક કારણ હોઈ શકે છે કે તમારો ફોન સ્પાય કરવામાં આવી રહ્યો છે.ફોન યૂઝમાં હોય પણ કનેક્ટિવીટી ન હોય
ફોન યૂઝ ન કરી રહ્યો હોય, કોઈ નોટિફિકેશન પણ ન હોય તો પણ સ્ક્રીન ઓન થઈ જાય, ફોન સાયલન્ટ મોડ પર જાતે જ જતો રહે, ફોન ઓફ થઈ જાય. ફ્રંટનો કેમેરો અચાનક ચાલુ થઈ જાય તો સમજો કે ફોનની જાસૂસી કરવામાં આવી રહી છે.માઈક આઈકોન
સ્માર્ટફોનના સૌથી ઉપરના પેનલ પર કામ વિના પણ માઈક આઈકોન દેખાય તો સમજો કે તમારો કોલ રેકોર્ડ થઈ રહ્યો છે.શટ ડાઉન થવામાં સમય
ફોન શટ ડાઉન કરો તો પ્રોસેસ ત્યાં સુધી ખતમ નથીસ થતી જ્યાં સુધી બેકગ્રાઉન્ડ પ્રોસેસ ખતમ ન થાય. જો કોલ રેકોર્ડિંગ કે સ્પાઈ એપ મોબાઈલમાં છે તો શટ ડાઉનમાં થોડો સમય લાગી શકે છે.વિચિત્ર ટેક્સ્ટ મેસેજ
ફોનમાં એવા મેસેજ આવે જે તમારી જાણ અને કામ સિવાયના હોય.તેમાં અલગ પ્રકારના કેરેક્ટર્સ અને સિમ્બોલ હોઈ શકે છે. આ મેસેજથી સાવધાન રહો.જો તમને લાગે છે કે સ્માર્ટફોનમાં કોઈ પ્રકારની તકલીફ આવી રહી છે તો તમે તરત જ તમારો બધો ડેટા બેકઅપમાં લઈ લો અને સાથે જ ફેક્ટ્રી રીસેટ કરી લો.
ફોનમાં વાત કરતી વખતે કેવો અવાજ આવે તો ચેતી જવું જોઈએ?
beep ટોનકઈ કંપનીના ફોનમાં ફોન રીસીવ કરતા જ તમારો ફોન રેકોર્ડ થઇ રહ્યો છે તેવુ જણાવી દેવામાં આવે છે?
Redmi