ઘણી વખત એવું બને છે કે આપણે પેટ્રોલ અને ડીઝલખરીદવા પેટ્રોલ પંપ પર જઈએ છીએ ત્યારે આપણને એવું લાગે છે કે આપણને ઇંધણ ઓછું મળ્યું છે. આપણે ઈચ્છીએ તો પણ આ અંગેની ફરિયાદ કરી શકતા નથી. ઘણી વખત પેટ્રોલ પંપ પર કોઈને આ વિશે ફરિયાદ કરવા છતાં સંચાલક સાંભળતા નથી. ઘણીવાર ગેરવર્તનનો સામનો કરવો પડે છે.
જો તમારી સાથે પણ આવું થાય છે તો હવે ચિંતા કરવાની જરૂર નથી. અહીં તમે આ વિશે ફરિયાદ કરી શકો છો.
|
પેટ્રોલ પંપ પર પેટ્રોલ- ડીઝલ ઓછું કે ખરાબ મળે તો શું કરવું? |
ક્યાં ફરિયાદ કરશો?
- જો HP પેટ્રોલ પંપ પર કોઈ સમસ્યા હોય તો તમે HP ગેસ ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800-2333-555 પર ડાયલ કરીને ફરિયાદ કરી શકો છો. આ સિવાય તમે HP ના ઓનલાઈન પોર્ટલ પર પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો.
- જો ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ પર કોઈ સમસ્યા હોય તો ઈન્ડિયન ઓઈલના ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 18002333555 પર ડાયલ કરીને ફરિયાદ કરી શકો છો.
આ વેબસાઇટ પર ફરિયાદ કરી શકાય
- જો આવી કોઈ ફરિયાદ હોય તો તમે આ પોર્ટલ https://pgportal.gov.in/ પર જઈને ફરિયાદ નોંધાવી શકો છો. આ સિવાય તમે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની વેબસાઈટ પર જઈને આ અંગે ફરિયાદ કરી શકો છો.
સંચાલકનું લાયસન્સ પણ રદ થઈ શકે છે
- જો તમે પેટ્રોલ પંપ વિરુદ્ધ ફરિયાદ કરો છો અને તપાસમાં તે દોષી સાબિત થશે તો તેના પર દંડ થશે. આ સાથે જો મામલો વધુ ગંભીર બનશે તો તે પેટ્રોલ પંપનું લાયસન્સ રદ થઈ શકે છે.
આ સુવિધાઓ પેટ્રોલ પંપ પર વિનામૂલ્યે ઉપલબ્ધ છે
- હવાનો પંપ
- પેટ્રોલ અને ડીઝલ બિલ મેળવવાનો અધિકાર
- ફર્સ્ટ એઇડ બોક્સની સુવિધા
- સ્વચ્છતાની સુવિધાઓ
- ઈમરજન્સીમાં ફોન કોલ કરી શકાય છે
- પીવા માટે શુદ્ધ પાણી
હવા ચેક કરવાની સુવિધા
તમે જોયું જ હશે કે પેટ્રોલ પંપ પર એક એર ફીલિંગ મશીન હોય છે. આ મશીન એ મફત સુવિધાનો એક ભાગ છે. પેટ્રોલ પંપ માલિકે આ મશીન લગાવવું પડશે જેથી પેટ્રોલ કે ડીઝલ ભરાવવા આવતા લોકો ઇચ્છે તો વ્હીકલના ટાયરમાં હવા ભરાવી શકે છે. આ માટે પૈસા ચૂકવવા પડતા નથી. આ કામ માટે પંપ માલિક વતી એક વ્યક્તિને પણ રાખવામાં આવે છે. તમે હવાને મફતમાં ભરી શકો છો અને પંપ તેના માટે પૈસા માંગી શકે નહીં.
ઇમરજન્સી કોલની સુવિધા
જો ક્યારેય તમારો મોબાઇલ ફોન ખરાબ થયો હોય અથવા અન્ય કારણોસર તમારી પાસે કોમ્યુનીકેશનના સાધન ન હોય અને તમારે ઇમરજન્સી કોલ કરવો હોય તો તમે પેટ્રોલ પંપમાંથી એક ફ્રી કોલ કરી શકો છો.
ફસ્ટ એડ બોક્સની સુવિધા
દરેક પેટ્રોલ પંપ પર ફસ્ટ એડ બોક્સની સુવિધા એ અનિવાર્ય છે અને જરુર પડ્યે એનો ફ્રીમાં ઉપયોગ કરી શકાય છે. તો હવે ક્યારેય પણ આ પ્રકારની સુવિધાની જરુર પડે અને પેટ્રોલ પં૫ નજીક હોય તો ફ્રીમાં સુવિધા લેવાનું ચૂકશો નહિં...
પીવાના પાણીની સુવિધા
પેટ્રોલ પંપ પર પીવાના શુધ્ધ પાણી એટલે કે પીવાના પાણીની વ્યવસ્થા કરવી ફરજિયાત છે. જે લોકો પેટ્રોલ-ડીઝલ ભરાવવા આવ્યા છે તેઓ પીવાના પાણીની સુવિધાની માંગ કરી શકે છે અને આ સુવિધા પંપ દ્વારા વિના મૂલ્યે પ્રદાન કરવાની રહેશે. આ માટે, પંપ માલિકો આરઓ અથવા પ્યુરિફાયર્સ ઇન્સ્ટોલ કરે છે. કેટલાક પંપ પાસે રેફ્રિજરેટર પણ હોય છે જ્યાં લોકો ઠંડુ પાણી પી શકે છે. આ મફત સુવિધાનો પણ એક ભાગ છે.
ક્વોલિટી ચેક
તમને પેટ્રોલ પંપ પર પણ અધિકાર મળે છે કે તમને મળતા પેટ્રોલને ચેક કરાવી શકો છો. આમાં તમે ક્વોલિટીની સાથે ક્વોન્ટિટીની તપાસ પણ કરી શકો છો. આ સિવાય પેટ્રોલ પંપ પર બીજી ઘણી સુવિધાઓ છે જે જાળવવી પડે છે. રેતી ભરેલી ડોલ અથવા ફાયર સેફ્ટી સ્પ્રે સહિતના અગ્નિશામક ઉપકરણો.
પેટ્રોલ અને ડીઝલનું બિલ લેવાનો અધિકાર
પેટ્રોલ પંપ પર પેટ્રોલ કે ડીઝલ ભરાવ્યા બાદ તમને બિલ લેવાનો અધિકાર છે. જો કોઈ કારણ સર પેટ્રોલ પંપ માલિક કે તેના એજન્ટ તમને બિલ આપવાની મનાઈ કરે છે તો તમે તેની ફરિયાદ કરી શકો છો.
ફરિયાદ પેટી અથવા રજિસ્ટર
જો તમે પેટ્રોલ પંપ પર કોઈ સુવિધાથી અસંતુષ્ટ છો તો તમે પેટ્રોલ પંપ પર ફરિયાદ પેટી કે રજિસ્ટરમાં આ અંગેની ફરિયાદ કરી શકો છો.આ સિવાય કોઈપણ ગ્રાહક પોતાનો પ્રતિભાવ લખી શકે છે..પણ જરૂરી છે કે પેટ્રોલ પંપ પર ફરિયાદ પેટી હોવી જરૂરી છે.
ફાયર સેફ્ટીના સાધનો
દરેક પેટ્રોલ પંપ પર ફાયર સેફ્ટી ડિવાઈસ હોવા જરૂરી છે અને સાથે જ રેતી ભરેલી ડોલ હોવી જરૂરી છે... જેથી આગ લાગવાની પરિસ્થિતમાં સાઘનોના ઉપયોગથી આગ પર કાબૂ મેળવીને કોઈ મોટી દૂર્ધટના ટાળી શકાય છે.
શૌચાલયની સુવિધા
પેટ્રોલ પંપ પર શૌચાલયની સુવિધા બીલકુલ ફ્રી હોય છે એના માટે તમારે કોઇ કિંમત ચુંકવવાની રહેતી નથી અને આ નિર્ણય સરકાર દ્વારા જ લેવામાં આવ્યો છે.
આ રીતે પણ તમે ફરિયાદ નોંધાવી શકો છો
આ સાથે તમામ પેટ્રોલ પંપમાં ફરિયાદ પેટી અથવા રજિસ્ટર રાખવામાં આવે છે. જો તમને કોઈ ફરિયાદ હોય તો તમે આ રજિસ્ટરમાં ફરિયાદ લખી શકો છો. આ સિવાય તમે સેન્ટ્રલાઈઝ્ડ પબ્લિક ગ્રીવન્સ રિડ્રેસ એન્ડ મોનિટરિંગ સિસ્ટમના પોર્ટલ એટલે કે
https://pgportal.gov.in/પર જઈને ફરિયાદ નોંધાવી શકો છો.