હવે ગુજરાત સરકાર પણ રાજયના લોકોને કૌટુંબિક ઓળખકાર્ડ આપશે.
કૌટુંબિક ઓળખ કાર્ડ માટે સરકાર ખરડો લાવવાની તૈયારીમાં: આ કાર્ડ જન્મ, મૃત્યુ, લગ્ન ઉપરાંત સરકારની યોજનાઓ સાથે લિંક અપ થશે.હરિયાણા અને કેરળના જેમ હવે ગુજરાતમાં પણ કૌટુંબિક ઓળખ કાર્ડ આપવામાં આવશે.આ ઓળખકાર્ડથી લોકોમાં અનેક રીતે ઉપયોગી થશે. જન્મ,મૃત્યુ, લગ્નના રેકોર્ડ સાથે લિંક થશે.સરકારની વિવિધ યોજનાઓ, શિષ્યવૃતિ પેન્શન મામલે આ કાર્ડથી વિશ્વસનીયતા નિશ્ચિત થશે.
મળતી માહિતી પ્રમાણે રાય સરકાર વિધાનસભા સત્રમાં આ અંગેનું બિલ લાવવા જઇ રહી છે. કૌટુંબિક ઓળખકાર્ડ એકટ ખરડો ગુજરાત વિધાનસભા સત્રમાં પસાર કરવામાં આવશે.તમામ પરિવાર માટે ખાસ ઓળખ પત્ર બનાવવાની એકટમાં જોગવાઈ રાખવામાં આવશે. આ કાર્ડની વિશેષતામાં તેમા પરિવારના તમામ સભ્યોનો ડેટા હશે. 8 ડિઝિટનો પરિવાર આઈડી આપવામાં આવશે. જેના દ્રારા પરિવારના સભ્યોની ઓળખ મળી રહેશે. આ બિલનો મુખ્ય ઉદ્દેશ લોકોને અલગ અલગ સમય વિવિધ સર્ટિફિકેટ માટે થઈ રહેલી સમસ્યા નિવારવાનું છે.
ગુજરાત સરકાર દ્રારા આગામી સમયમાં જે પરિવારની ઓળખ માટેનું કાર્ડ આપવામાં આવશે તેનાથી અનેક ફાયદા લોકોને થશે. આ કૌટુંબિક ઓળખકાર્ડ ને જન્મ, મૃત્યુ અને લગ્નના રેકોડર્સ સાથે લિંક કરવામાં આવશે. જેથી જયારે પણ જીવનમાં આવી ઘટનાઓ બને ત્યારે ડેટાનું સ્વચાલિત અપડેટ સુનિશ્ચિત થાય. કૌટુંબિક ઓળખકાર્ડ વિવિધ યોજનાઓ જેવી કે શિષ્યવૃત્તિ, સબસિડી અને પેન્શનને લિંક કરશે. જેથી સુસંગતતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરી શકાય તેમજ વિવિધ યોજનાઓ, સબસિડી અને પેન્શનના લાભાર્થીઓની સ્વત: પસંદગીને સક્ષમ કરી શકાય. કૌટુંબિકઓળખકાર્ડ ડેટાબેઝની આપમેળે પૂછપરછ કરવામાં આવશે. એકવાર પરિવારોનો ડેટાબેઝ તૈયાર થઈ જાય, પછી પરિવારો દરેક વ્યકિતગત યોજનાઓ હેઠળના લાભો મેળવી શકશે.
એકવાર પરિવારોનો ડેટાબેઝ તૈયાર થઈ જાય પછી, પરિવારોએ દરેક વ્યકિતગત યોજના હેઠળ લાભ મેળવવા માટે અરજી કરવાની જરૂર નથી. વધુમાં એકવાર ડેટાબેઝમાં ડેટા અપલોડ થયા પછી લાભાર્થી દ્રારા કોઈ વધુ દસ્તાવેજો સબમિટ કરવાની જર રહેશે નહીં તે પ્રકારની જોગવાઈ એકટમાં હોવાની શકયતા છે. આ પ્રકારનું કાર્ડ અગાઉ હરિયાણા અને કેરળમાં લાગુ કરવામાં આવ્યુ છે. ત્યારે હવે ભારતના ત્રીજા રાજય ગુજરાતમાં પણ આ યોજના લાગુ કરવામાં આવશે. આ કૌટુંબિક ઓળખ કાર્ડનો મુખ્ય હેતુ સરકારની યોજનાઓના લાભમાં વિલબં ના થાય તે માટેનો છે.