હવામાન વિભાગે આપ્યા ખુશીના સમાચાર, આખરે ગુજરાતમાં પડશે વરસાદ, બંગાળની ખાડીમાં લોપ્રેશર સક્રિય થશે, ગુજરાતમાં આ તારીખ દરમિયાન વરસાદનું જોર વધશે
અમદાવાદ: ઘણા લાંબા સમયથી વરસાદની રાહ જોવાઇ રહી છે. સમગ્ર ઓગસ્ટ મહિના દરમિયાન વરસાદ ખેંચાયા બાદ હવે સપ્ટેમ્બર મહિનામાં ક્યારે વરસાદ પડશે? તેની રાહ જોવાઇ રહી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઇને મહત્વની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વરસાદના અણસાર જોવા મળી રહ્યા છે. આ સાત દિવસ દરમિયાન ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે અને ક્યાં વરસાદ પડશે, તે અંગે હવામાન વિભાગ દ્વારા અપડેટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, ગુજરાતમાં આગામી સપ્તાહની વાત કરવામાં આવે તો વરસાદના અણસાર જોવા મળી રહ્યા છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે. જેમાં ભરૂચ, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ , દાદરાનગર, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી છે.
દક્ષિણ ગુજરાત ઉપરાંત ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, ખેડા, દાહોદ મહીસાગર, પંચમહાલમાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, દીવમાં સામાન્ય વરસાદની સંભાવના છે.
આગામી સપ્તાહમાં વરસાદ થવા પાછળનું કારણ પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, બંગાળની ખાડીમાં લોપ્રેશર સક્રિય થશે, જેના કારણે ગુજરાતમાં 7થી 9 દરમિયાન વરસાદનું જોર વધશે.
નોંધનીય છે કે, રાજ્યમાં વરસાદની ખૂબ જ આશા સાથે રાહ જોવાઇ રહી છે. જુલાઇમાં ધડબડાટી બોલાવ્યા બાદ ઓગસ્ટ મહિનો તો કોરો નિકળી ગયો, હવે સપ્ટેમ્બર મહિનામાં સારા વરસાદની રાહ જોઈ રહી છે. જોકે, જુલાઈ મહિનામાં સારો વરસાદ થયો તેના કારણે સિંચાઈ માટેનું પાણી છે. સિંચાઈ માટેનું પાણી ન હોય તો મુશ્કેલી વધી હોત.
કયા વિસ્તારોમા વરસાદની શકયતા
અંબાલાલ ની આગાહિ જોઇએ તો મધ્ય, ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 6 થી 12 સપ્ટેમ્બર રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે. 10થી 15 સપ્ટેમ્બર અરબી સમુદ્ર, બંગાળના ઉપસાગરમાં પણ વરસાદી સિસ્ટમ બની રહી છે. જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે. મધ્ય, ઉત્તર અને પૂર્વ ગુજરાત ના અમુક જિલ્લાઓમા માં પણ વરસાદની શક્યતા રહેલી છે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, આ સમયગાળા દરમિયાન પંચમહાલ, ભરૂચ, સાપુતારામાં વરસાદ પડવાની આગાહી છે. તો વલસાડ, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર જેવા જિલ્લાઓમાં પણ વરસાદ પડવાની શકયતા છે. તો આ સમયગાળા દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્ર ના જિલ્લાઓમાં સારો વરસાદ પડવાની સંભાવના રહેલી છે. તેઓએ કહ્યું કે, ઓક્ટોબર મહિનામાં હવાનું દબાણ ઉત્પન્ન થવાથી વરસાદ અમુક જિલ્લાઓમા સારો વરસાદ રહેશે.જોકે, ઓગસ્ટ મહિનામાં ગુજરાત પર એક પણ સિસ્ટમ ન આવી. જેના કારણે છેલ્લા 10 વર્ષના ઓગસ્ટ મહિના સૌથી ઓછો વરસાદ ચાલુ વર્ષે નોંધાયો છે. ઓગસ્ટ મહિનામાં વરસાદ થવો જોઈએ તેના કરતાં માત્ર 10 ટકા જેવો વરસાદ નોંધાયો છે. એટલે કે 90 ટકા વરસાદની ઘટ ઓગસ્ટ મહિનામાં રહી છે. વરસાદ ન થવાના કારણો ઘણા બધા છે. મુખ્ય કારણ છે કે, કોઈ સિસ્ટમ ગુજરાત પર ન આવી અને બીજું કારણ અલનીનોની અસર પણ જોવા મળી છે.
હવામાન વિભાગની જિલ્લાવાઇઝ આગાહિ PDF અહિં ક્લીક કરો
જોકે, ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ વરસાદ જોઈએ તો રાજ્યમાં સૌથી ઓછો વરસાદ મધ્ય પૂર્વ ગુજરાત નોંધાયો છે. મધ્ય પૂર્વ ગુજરાતમાં 66.19 ટકા વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતમાં સરેરાશ 67.96 ટકા જ વરસાદ નોંધાયો છે. કચ્છમાં સરેરાશ 136.19 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ 110.10 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 73.64 ટકા વરસાદ નોંધાયો છે. જોકે, આ વરસાદ પણ જુલાઈ મહિનામાં થયો છે. ઓગસ્ટ મહિનામાં માત્ર 10 ટકા પણ વરસાદ નોંધાયો નથી.