Lifespan of smartphone: જાણો તમારા મોબાઇલની એક્સપાઇરી ડેટ, કેટલું છે મોબાઇલનું આયુષ્ય જાણો અહીથી
Lifespan of smartphoneLifespan of smartphone: જાણો તમારા મોબાઇલની એક્સપાઇરી ડેટ: હાલ તો આપણાં દેશમાં લગભગ લોકો સ્માર્ટફોનનો ઉપયોગ તો કરતાં જ હોય છે. પણ સ્માર્ટ ફોન વિશેની અમુક માહિતી ખબર હોતી નથી, તેમાંની એક એટલે Lifespan of smartphone. એટલે કે સ્માર્ટ ફોન નું આયુષ્ય કેટલું છે. ક્યારે તમારે સ્માર્ટફોન બદલવો જોઈએ વગેરે બાબતોથી અજાણ હોય છે. તો આજે અમે આ પોસ્ટ દ્વારા તમને જણાવીશું કે ક્યારે પૂરી થશે ફોન ની એક્સપાઇરી ડેટ, ચાલો નીચે મુજબ જોઈએ.
Lifespan of smartphone
બજારમાંથી ખરીદેલી કોઈપણ વસ્તુની એક્સપાયરી ડેટ હોય છે, એટલે કે અમુક ચોક્કસ સમય પછી તેનો ઉપયોગ કરી શકાતો નથી. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યા છો તેની એક્સપાયરી ડેટ શું છે અને તેનો ઉપયોગ કેટલા સમય સુધી કરી શકાય છે. ચાલો જાણીએ.
આપણાં જીવનનો ભાગ
મોબાઈલ ફોન આજે આપણા દરેકના જીવનનો આવશ્યક ભાગ રૂપે છે. આજે સ્માર્ટફોનનો ઉપયોગ માત્ર કૉલ કરવા માટે જ નહીં પરંતુ ફોટો મોકલવા માટે, ખાવાનો ઓર્ડર આપવા અને ટિકિટ બુક કરાવવા માટે પણ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, તમારે જાણવું જ જોઇએ કે તમારા Lifespan of smartphoneની એક્સપાયરી ડેટ શું છે તથા તમારે નવો મોબાઈલ ફોન ક્યારે ખરીદવો જોઈએ.બેટરીમાં કેમિકલ
મોબાઈલ ફોન એક ઈલેક્ટ્રોનિક વસ્તુ છે. મોબાઈલ ફોનની બેટરીમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે, જે એક સમય પછી પૂર્ણ થઈ જાય છે. પરંતુ અહીં વાત Lifespan of smartphoneના એક્સપાયરી વિશે ચાલી રહી છે. બેટરી તો બદલી પણ શકાય છે.ખરાબ મોબાઈલ ફોન
Lifespan of smartphone વિશે જોઈએતો એક્સપાઇરી ડેટ શું છે? જ્યાં સુધી મોબાઈલ ફોનનો પ્રશ્ન છે, તમે ભલે ગમે તેટલો ઉપયોગ કરો, તે એક્સપાયર થતો નથી. વાસ્તવમાં મોબાઈલ ફોનની કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી. પરંતુ કેટલાક એવા ઘણા કારણો છે જેના કારણે સ્માર્ટફોન ખરાબ થઈ જાય છે, પછી ભલે તમે તેનો એક દિવસ પણ સારી રીતે ઉપયોગ ન કર્યો હોય.સ્માર્ટફોનનું આયુષ્ય કેટલું છે? જો તમે બ્રાન્ડેડ કંપનીના મોબાઈલ ફોનનો ઉપયોગ કરો છો, તો તે તમને ઘણી તકલીફ વગર દાયકાઓ સુધી ચાલુ રહેશે. આવી Chips અને Partsનો ઉપયોગ મોબાઈલ ફોનમાં થાય છે જે વર્ષો સુધી ચાલતા રહે છે.એસેસરીઝ
મોબાઈલ ફોન બનાવતી કંપનીઓ હોંશિયાર છે. આજકાલ કંપનીઓ 2-3 વર્ષ પછી મોબાઈલ ફોનમાં આવતા સોફ્ટવેર update આપવાનું બંધ કરી દે છે. જેના કારણે જૂના મોબાઈલ ફોન પછીથી ઉપયોગમાં લેવા યોગ્ય નથી રહેતા નથી અને તમારે આ મોબાઈલ ફોનને છોડી દેવો પડશે. કંપનીઓ પણ બે-ત્રણ વર્ષ પછી એસેસરીઝ બનાવવાનું બંધ કરી દે છે. જેથી કરી તમારા ફોનમાં એસેસરીઝ નો પ્રોબ્લેમ આવે તો તે માર્કેટમાં મળતી નથી.મોબાઈલ ફોન ખરબનાં થાય ત્યાં સુધી ઉપયોગ કરો
હકીકતમાં તમે ક્યારે તમારો મોબાઈલ ફોન બદલવા માંગો છો. ઘણા લોકો 3 થી 4 મહિનામાં માર્કેટમાં આવેલ નવો મોબાઈલ ફોન ખરીદે છે. પણ જો જોવામાં આવે તો એમાં કશો અર્થ નથી. આમ કરવાથી તમારું બજેટ પણ બગડે છે. નિષ્ણાતોના મતે જ્યાં સુધીતમારો જૂનો મોબાઈલફોન ઉપયોગ કરી શકાય તેવો છે ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો જોઈએ. જો જરૂરી હોય તો, ફોનની ખરાબ બેટરી અને સ્ક્રીનને બદલી શકાય છે.