-->

Join Group

Ad Unit (Iklan) BIG

ધોરણ ૭ સામાજિક વિજ્ઞાન પાઠ ૧ રાજપૂતયુગ : નવા શાસકો અને રાજ્યો ભાગ ૨

ધોરણ ૭ સામાજિક વિજ્ઞાન પાઠ ૧ રાજપૂતયુગ : નવા શાસકો અને રાજ્યો ભાગ ૨



નીચેના પ્રશ્નોના ઉત્તરો એક બે વાક્યમાં લખો.

1.ચંદેલોનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું?
જવાબ. ચંદેલોનું રાજ્ય પાછળથી જેજાકભૂક્તિના નામે ઓળખાયું.

2. જેજાકભૂક્તિ રાજ્યમાં કેવા રાજાઓ થઈ ગયા?
જવાબ. જેજાકભૂક્તિ રાજ્યમાં યશોવર્મન, કીર્તિવર્મન, પરમર્હિદેવ (પરમાલ) જેવા મહાન શાસકો થઈ ગયા.

૩. ખજુરાહો શાના માટે પ્રખ્યાત હતું?
જવાબ. ખજુરાહો તેના ભવ્ય મંદિરોને લઈને તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત હતું.


૧૮. ચંદ્રદેવે કનોજ સિવાય બીજી કઈ રાજધાની બનાવી હતી?
જવાબ : ચંદ્રદેવે કનોજ સિવાય કાશીને પણ રાજધાની બનાવી હતી.


5. માળવાનો પ્રદેશ પ્રાચીનકાળથી કયા નામે ઓળખાય છે?
જવાબ. માળવાનો પ્રદેશ પ્રાચીનકાળથી અવંતી અથવા ઉજ્જૈનીના રાજ્ય તરીકે ઓળખાય છે.

6. ચૌહાણ કે ચાહમાનવંશના અનેક રાજપૂત સરદારો કયા ભાગોમાં રાજ્ય કરતા એ હતા?
જવાબ. ચૌહાણ કે ચાહમાનવંશના અનેક રાજપૂત સરકાર ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાજ્ય કરતા હતા.

7. અજયરાજ શાકંભરીએ કયા નગરની સ્થાપના કરી?
જવાબ. અજયરાજ શાકંભરીએ અજયમેરુનામના નગરની સ્થાપના કરી.

8. અજયમેરુ નગર પાછળથી કયા નામે ઓળખાયુ?
જવાબ. અજયમેરુ નગર પાછળથી અજમેર નામે ઓળખાયું.

9. પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં કેવું સ્થાન ધરાવે છે?
જવાબ. પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્રિતીય સ્થાન ધરાવે છે.

10. ઈ.સ. 1191માં કયા ક્યા રાજ્ય વચ્ચે યુદ્ધ થયું?
જવાબ. ઈ.સ. 1191માં શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે યુદ્ધ થયું.

11. શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે યુદ્ધ ક્યાં થયો હતો?
જવાબ. શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચેનો યુદ્ધ થાણેશ્વર અને કર્નાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં થયો હતો.

12. શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચેના યુદ્ધમાં કોની હાર થઈ?
જવાબ. શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચેના યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણનીસજ્જડ હાર થઇ.

13. પૃથ્વીરાજ ચૌહાણની હાર પછી શું થયું?
જવાબ. પૃથ્વીરાજ ચૌહાણની હાર પછી દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો?

14. કોની હાર પછી દિલ્હીનો તખ્ત બદલાયો?
જવાબ. પૃથ્વીરાજ ચૌહાણના હાર બાદ દિલ્હીનો તખ્ત બદલાયો.

15. ભારતીય ઇતિહાસમાં સીમાચિન્હનરૂપ લડાઈ કઈ છે?
જવાબ. ભારતીય ઇતિહાસમાં સીમાચિન્હનરૂપ તરાઈની લડાઈને ગણવામાં આવે છે.

16. વનરાજ ચાવડાએ ક્યારે,ક્યાં અનેકયા નગરની સ્થાપના કરી હતી?
જવાબ. વનરાજ ચાવડાએ ઈ.સ. 756માં સરસ્વતી નદીના કિનારે અણહિલવાડ નગરની સ્થાપના કરી હતી.

૧૭. ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો?
જવાબ : ચંદ્રદેવ ગઢવાલ રાજ્યના સ્થાપક હતા.

ટૂંક નોંધ લખો.

૧. ગઢવાલ વંશ :
જવાબ : ગઢવાલ વંશના રાજા ચંદ્રદેવે ગઢવાલ રાજ્યની સ્થાપના કરી હતી.તેમણે કનોજ સિવાય કાશીને પણ રાજધાની બનાવી હતી.ગઢવાલ વંશમાં મદનચંદ્ર, ગોવિંદચંદ્ર જેવા શાસકો થયા.ગોવિંદચંદ્ર આ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતા.તેઓએ મહમદ ગઝનીના આક્રમણને અટકાવ્યું હતું. આ ઉપરાંત અનેક બૌદ્ધવિહારોનો જીર્ણોધ્ધાર કરાવવાનો યશ પણ તેઓને પ્રાપ્ત થયો છે.

૨. ચંદેલ વંશ :
જવાબ : ભારતના ઇતિહાસમાં ચંદેલ વંશનું ઘણું મહત્વ છે.બુન્દેલખંડ પ્રદેશ પર ચંદેલોનું આધિપત્ય હતું.યશોવર્મન, કીર્તિવર્મન, પરમર્હિદેવ જેવા મહાન ચંદેલ શાસકોએ રાજ્યને નવા કીર્તિમાન સ્થાપિત કર્યા હતા.ખજુરાહો,કાલીન્જર અને મહોબા ચંદેલોના મુખ્ય નગરો હતા.ખજુરાહો તેના ભવ્ય મંદિરોને લઈને તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત થયું હતું.ચંદેલોએ બુંદેલખંડમાં મહાન ધાર્મિક ઈમારતો અને જળાશયો બંધાવીને સુશોભિત બનાવ્યું હતું.

૩. ચૌહાણ વંશ :
જવાબ : ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુંવરીના લગ્ન ચૌહાણવંશના અર્ણોરાજ સાથે થયા હતા. તેના પુત્ર સોમેશ્વર ચૌહાણે ગાદી સંભાળી હતી.સોમેશ્વર ચૌહાણના પુત્ર પૃથ્વીરાજ ત્રીજા ગાદી પર આવ્યા હતા. જે ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે.ઈ.સ. ૧૧૯૧ માં થાણેશ્વર અને કર્નાલ વચ્ચે આવેલ તરાઈના મેદાનમાં શીહાબુદ્દીન ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી હતી. તે પછી ઈ.સ. ૧૧૯૨ માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઇ. દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ ગણાય છે.

Related Posts

Subscribe Our Newsletter