Holi Date 2023 |
જાણો, ક્યારે થશે હોળીકા દહન
આ વખતે હોળીકા દહન સમયે ભદ્રા રહેશે નહીંHoli Date 2023
હિન્દુ ધર્મમાં હોળી,જ્ન્માષ્ટમી અને દિવાળીની ગણતરી મોટા તહેવારોમાં કરવામાં આવે છે. નવા વર્ષમાં સૌથી પહેલો મોટો તહેવાર હોળી આવે છે. હિન્દુ પંચાગ મુજબ, ફાગણ મહિનાની પૂનમે પ્રદોષ કાળમાં હોળીકા દહન કરવામા આવે છે અને તેના બીજા દિવસે એટલેકે ચૈત્ર કૃષ્ણ પ્રતિપદાએ હોળી રમાય છે. આ વર્ષે હોળીનો તહેવાર માર્ચના બીજા અઠવાડિયામાં છે. એટલેકે હોળી 8 માર્ચે બુધવારે ઉજવવામા આવશે. આ વખતે હોળીકા દહન સમયે ભદ્રા રહેશે નહીં.હોળીકા દહન ૨૦૨૩
ફાગણ મહિનાની પૂનમ તિથિ 6 માર્ચે મંગળવારે સાંજે 4 વાગ્યે 17 મિનિટથી શરૂ થશે. આ તિથિનુ સમાપન 7 માર્ચ એટલેકે મંગળવારે સાંજે 6 વાગ્યેને 9 મિનિટે થશે. ફાગણ મહિનાની પૂનમ તિથિએ પ્રદોષ કાળમાં હોળીકા દહન કરવામાં આવે છે. એવામાં આ વખતે હોળીકા દહન 7 માર્ચે કરવામાં આવશે.હોળી શુભ મુહુર્ત ૨૦૨૩
આ વર્ષે હોળીકા દહનનુ મુહૂર્ત 7 માર્ચે સાંજે 6 વાગ્યેને 24 મિનિટથી રાત્રે 8 વાગ્યેને 51 મિનિટ સુધી છે. એટલેકે આ વખતે હોળીકા દહન માટે કુલ 2 કલાક 27 મિનિટનો સમય છે. હોળીકા દહનના દિવસે ભદ્રા સવારે 5 વાગ્યેને 15 મિનિટ સુધી છે. એવામાં હોળીકા દહન સમયે ભદ્રાનો પડછાયો નહીં હોય.હોળીકા દહનના બીજા દિવસે હોળીનો તહેવાર મનાવવામાં આવે છે. આ વર્ષે હોળી 8 માર્ચે બુધવારે રમાશે. 8 માર્ચે ચૈત્ર કૃષ્ણ પ્રતિપદા તિથિ સાંજે 7 વાગ્યેને 42 મિનિટ સુધી છે.