કબજિયાતની તકલીફથી પીડાતા હોય? તો |
પીવાના પાણીની માત્રા વધારો
- કબજિયાતની સમસ્યાને દૂર રાખવા માટે સૌથી પહેલા તમે તમારા આહારમાં ફાઈબર અને પાણીની માત્રા વધારો. આ સિવાય તમે તમારા રોજિંદા જીવનમાં યોગ અને આસનનો સમાવેશ કરીને પણ આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો.
કબજિયાત શું છે ?
- જ્યારે તમારા આંતરડાની હલચલો અનિયમિત થઈ જાય, તમારું પેટ ફુલેલું અને તણાયેલું લાગે. જો તમે તમારી આ તકલીફની કેર નહીં કરો તો તે તમને પેડાના રોગો તરફ દોરી જશે. જો આ સમસ્યાને યોગ્ય સમયે ઓળખી લેવામાં આવે તો ચિંતાનું કોઈ જ કારણ નથી. જુદાં જુદાં લોકોમાં કબજિયાત જુદી જુદી રીતે જોવા મળે છે. કેટલાક લોકો અનિયમિત ઝાડાને કબજિયાત માનતા હોય છે તો કેટલાક કઠણ જાડાને કબજિયાત માનતા હોય છે. કેસ ગમે તે હોય મૂળવાત એ છે કે તે પાછળનું કારણ અસ્વસ્થ જીવનશૈલી છે.
આહારમાં ફાઈબર જરૂરી
- જો તમારું પેટ દરરોજ યોગ્ય રીતે સાફ થતું નથી તો તેના કારણે તમારુ સ્વાસ્થ ઝડપથી પ્રભાવિત થઈ શકે છે. કબજિયાતની સમસ્યાને દૂર રાખવા માટે સૌથી પહેલા તમે તમારા આહારમાં ફાઈબર અને પાણીની માત્રા વધારો.
- આ સિવાય તમે તમારા રોજિંદા જીવનમાં યોગ અને આસનનો સમાવેશ કરીને પણ આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો. યોગા ટ્રેનર સવિતા યાદવે કેટલાક સરળ આસનો વિશે માહિતી આપી
- , જેની મદદથી તમે જૂની કબજિયાતની સમસ્યાને સરળતાથી દૂર કરી શકો છો અને પેટમાં ગેસ, અપચો વગેરેને પણ ઠીક કરી શકો છો. આવો જાણીએ તેના વિશે.
કબજિયાત શા માટે થાય છે ?
- કબજિયાત એ જીવનશૈલીના કારણે ઉભી થતી સમસ્યા છે. જ્યારે તમે ઓછું પાણી પીતા હોવ, જંક ફૂડ વધારે પ્રમાણમાં ખાતા હોવ, ત્યારે તમને કબજિયાતની સમસ્યા થાય છે.
- સાથે સાથે, માનસિક તાણ, અપૂરતી ઉંઘ, કામ કરવાના અયોગ્ય કલાકો આ બધી જ બાબતો તમારી કબજિયાતની સમસ્યામાં વધારો કરે છે.
- ફાસ્ટ ફૂડના કારણે આપણે લીલા શાકભાજી, રેશાવાળા ખોરાક, અને તાજા ફળનો ઉપભોગ ખુબ જ ઘટાડી દીધો છે અને આ પરિબળ કબજિયાતમાં સૌથી મોટો ભાગ ભજવે છે.
કબજિયાતની તકલીફથી પીડાતા હોય? તો |
આંતરડાની અનિયમિત હલચલને નિયમિત બનાવો
- એવી કહેવત છે કે રોગની સારવાર કરવી તેના કરતાં તેને થતાં અટકાવવો જોઈએ. અને તેમાં તમારે કોઈ મોટો પહાડ ખુંદવાની જરૂર નથી. તમારે માત્ર રોજ કેટલાક આસન જ કરવાના રહેશે.
- તે જ તમારા આંતરડાની અનિયમિત હલચલને નિયમિત બનાવશે અને સાથે સાથે તે તમારા પેટની ફુલી જવાની તેમજ તેના તણાઈ જવાની સમસ્યા પણ દૂર કરશે.
- આજે આ લેખમાં અમે તમને યોગા તેમજ કબજિયાત વિષે વિસ્તૃત માહિતી આપવા જઈ રહ્યા છે.
કબજિયાતમાં રાહત માટેના સુપર સેવન યોગાસનો.
1. પવન મુક્તાસન2. બદ્ધા કોનાસન
3. હલાસન
4. અર્ધ મત્સ્યેન્દ્રાસન
5. મયુરાસન
6. બાલાસન
7. સુપ્ત મત્સેન્દ્રાસન
આ સિવાય બીજા હળવા આશનો પણ કરી શક્ય જે વિસ્તૃત માં નીચે વાંચો
તાડાસન-
- મેટ પર સીધા ઉભા રહો અને બંને હાથની આંગળીઓને એકબીજા સાથે જોડી ઉપર ઉઠાવતા આખા શરીરને ખેચવાનો પ્રયત્ન કરો. તમે સંતુલન વધારવા માટે તમારા અંગૂઠા પર ઉભા રહો. જ્યાં સુધી તમારી ક્ષમતા હોય ત્યાં સુધી આ રીતે મુદ્રામાં રહો. પછી ધીમે-ધીમે હાથ નીચે લાવો અને રિલેક્સ કરો. આ યોગ શરીરમાં સંતુલન વધારવાની સાથે સાથે પેટની અનેક સમસ્યાઓ અને કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે.
વજ્રાસન-
- જ્યારે પણ તમે ભોજન કરો ત્યાર બાદ વજ્રાસનમાં દરરોજ બેસો. આમ કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થઈ જશે. આ માટે તમે તમારા ઘૂંટણને વાળીને અને તમારા પગને સ્પર્શ કરીને મેટ પર બેસો. કમર અને ગરદનને સીધી રાખો અને પગની એડિને સાથે જોડીને રાખો. બંને હાથને ઘૂંટણ પર રાખો. થોડીવાર આ મુદ્રામાં બેસી રહો અને આંખો બંધ કરીને ઊંડો શ્વાસ લો.
તિર્યક ભુજંગાસન-
- પેટ પર સૂઈ જાઓ અને બંને પગ વચ્ચે થોડું અંતર રાખો. બંને પગના પંજા બહારની તરફ હશે. હવે હથેળીઓને તમારા ખભાની બંને બાજુ રાખો. હવે શ્વાસ લેતી વખતે તમારા શરીરને કમર સુધી ઉપર કરો અને જમણી બાજુથી ખસેડતી વખતે ડાબા પગને જોવાનો પ્રયાસ કરો. પછી તમારી ગરદન સીધી કરીને સૂઈ જાઓ. હવે બીજી બાજુથી પણ આવું કરો. તમે આ રીતે દસ વખત કરો.
1. પવનમુક્તાસન
- પવન મુક્તાસનનો ખરો સ્પષ્ટ અર્થ થાય છે વાયુ મુક્તિ આસન. જે લોકો કબજિયાતથી ત્રસ્ત હોય છે તેમને પેટમાં ગેસની તકલીફ હોય હોય અને હોય જ છે. આ આસનનો નિયમિ અભ્યાસ કરવાથી તે તમારા મોટા ભાગના પાચનતંત્રના રોગોને જેવા કે અપચો અને એસિડિટી કે જેનું મુખ્ય કારણ કબજિયાત હોય છે તેને દૂર કરી દે છે
2. બદ્ધ કોણાસન
- જ્યારે તમે મોચી જેવી સ્થિતિમાં બેસો છો ત્યારે તમારો આગળનો ભાગ વળે છે, તે તમારા પાચન તંત્રને સુધારવા અને ઉત્તેજિત કરવા મદદ કરે છે. ગેસ, પેટ ફુલી જવું, પેટમાં દુખાવો થયો આ બધી જ સમસ્યામાં આ આસન રાહત આપે છે. આ આસનનો નિયમિત અભ્યાસ કરવાથી તમારી માનસિક તાણ પણ દૂર થાય છે જેના કારણે પણ તમને કબજિયાતમાં આરામ મળે છે.
3. હલઆસન (હળઆસન)
- હલઆસન અથવા હળઆસન જે લોકો કબજિયાતથી ત્રસ્ત હોય તેમના માટે આ એક આરામદાયક આસન છે. તે આંતરડાને મસાજ આપે છે, અને તેના કારણે, તેમાંથી દરેક પ્રકારના ઝેરી તત્ત્વો દૂર થઈ જાય છે. આ આસનને વ્યુત્ક્રમ માનવામાં આવે છે. અને માટે તે પેડુના એરિયામાં લોહીનું ભ્રમણ વધારે છે. અને આ ક્રિયાથી પાચનશક્તિને એક વેગ મળે છે.
4. અર્ધ મત્સ્યેન્દ્રાસન
- જ્યારે તમે અર્ધ મત્સ્યેન્દ્રાસનની સ્થિતિમાં આવો છો ત્યારે તે તમારી કીડની, બરોળ, સ્વાદુપિંડ, પેટ, લિવર અને આંતરડાના મોટા ભાગને મસાજ કરે છે. અને આ પ્રક્રિયાથી શરીરનો માત્ર તે ભાગ જ ડીટોક્ષ નથી થતો પણ તેનાથી આંતરડાની હલચલોમાં પણ સુધારો આવે છે અને તેના કારણે તમારી કબજિયાતની તકલીફમાં રાહત મળે છે.
5. મયુરાસન
- મયુરાસન અથવા તો મોર આસન તમારા પાચનતંત્રને સુધારે છે અને તમે આરોગેલા અસ્વસ્થ ખોરાકની અસરને દૂર કરે છે. આ આસન કરવાથી પેટની અંદરનું દબાણ વધે છે, જે લીવર અને બરોળની વૃદ્ધિ અટકાવે છે. આ આસનથી આંતરડા સ્વસ્થ થાય છે અને તેની હલચલો પણ નિયમિત બને છે.
આ આસન સમગ્ર શરીર અને પેટના અંગોને શાંત અને તાણરહિત બનાવે છે. જો તમે નજીકથી જોશો તો આ આસનની સ્થિતિ પેટથી વળવાની છે જેના કારણે પાચન અંગોને પણ મસાજ મળે છે. માટે, પાચન અને આંતરડાની હલચલોમાં સુધારો આવે છે. આ એક ખુબ જ અસરકારક અને નોન-ટ્વિસ્ટિંગ આસન છે જે કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.
7. સુપ્ત મત્સ્યેન્દ્રાસ
- સુપ્ત મત્સ્યેન્દ્રાસન એ કબજિયાત દૂર કરતાં આસનોમાંનું સૌથી અસરકારક આસન છે. આ આસન ટ્વિસ્ટ અને વિશ્રામનું એક સંપૂર્ણ કોમ્બિનેશન છે. આ આસન કબજિયાતથી રાહત મેળવવામાં ખુબ મદદ કરે છે. એક હળવો ટ્વિસ્ટ કચરો દૂર કરવા અને આંતરડામાં લોહીનું ભ્રમણ વધારે છે, અને ખોરાકને સરળતાથી આગળ વધવા દે છે, તે શરીરને આરામ પહોંચાડે છે અને પેટમાં રહેલી તાણને દૂર કરે છે.
એક સ્વસ્થ પાચનતંત્ર તમને સુખમય અને આનંદી જીવન આપશે. યોગા તમારા આંતર તંત્રને સ્વચ્છ કરશે અને તેને નિયમિત કરશે, પણ તે વખતે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે પુરતું પાણી પીવો, રેશાયુક્ત ખોરાક, તાજા ફળ, શાકભાજી, અને પાંદડાવાળી ભાજીનો નિયમિત તમારા આહારમાં ઉપયોગ કરો. માત્ર આટલું કરવાથી તમે ભુલી જશો કે કબજિયાત કોને કહેવાય.
ઉદરાકર્ષણ આસન - તેન કરવા માટે તમારા ઘૂંટણને વાળી બંને પગની એડી અને અંગૂઠા પર બેસી જાઓ. બંને હાથને ઘૂંટણ પર રાખો. હવે ઊંડો શ્વાસ લો પછી શ્વાસ છોડતી વખતે જમણા ઘૂંટણને જમીન પર ડાબા પંજા પાસે રાખો અને ડાબા ઘૂંટણને છાતી તરફ લાવીને દબાવો. આમ કરતી વખતે પેટ પર દબાણ બનાવવામાં આવે છે. તમે આ 10 વખત અભ્યાસ કરો.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
જોબની નિયમિત અપડેટ માટે whatsapp Group જોઇન | અહીં ક્લિક કરો |