-->

Join Group

Ad Unit (Iklan) BIG

Aadhaar PAN Link: તમારુ પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક થયેલું છે કે નહીં, ચેક કરો ઓનલાઇન 2 મીનીટમા

Aadhaar PAN Link: આધાર-પાન કાર્ડ લીંક: સરકારે ઇન્કમ ટેક્ષ રિટર્ન ફાઇલ કરવા સહિતની કેટલીક સુવિધાઓનો લાભ લેવા માટે પાન કાર્ડ અને આધાર કાર્ડ લીંક કરવુ ફરજિયાત બનાવ્યું છે. જે માટેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે. જો આ નહીં કર્યું હોય તો તમે ITR પણ નહીં ભરી શકો. ત્યારે આ રીતે તમે ઓનલાઇન ચેક કરી શકો કે તમારા પાન અને આધાર લિંક થયેલા છે કે નહીં. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)ના આદેશો મુજબ જો પાનને આધાર સાથે જોડવામાં નહીં આવે તો પાન કાર્ડ 31 માર્ચ, 2023 પછી De Active બની જશે. Aadhar Pan Link Last Date is 31 march 2023.

Aadhaar PAN Link

Table of Contents

  • Aadhaar PAN Link
  • આધાર-પાન કાર્ડ લીંક
  • આધાર-પાન લિંકિંગનું સ્ટેટ્સ કેવી રીતે જોવું?
  • આધાર કાર્ડ ને પાન સાથે લિંક કરવા માટેની પ્રોસેસ
  • અગત્યની લીંક
  • આધાર-પાન લીંક કરવાની છેલ્લી તારીખ કઇ છે ?
  • આધાર-પાન લીંક સ્ટેટસ ચેક કરવા ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
  • આધાર-પાન કાર્ડ લીંક કરવાનો ચાર્જ કેટલો છે ?
પાન અને આધાર લિંક કરવા માટે 1000 રૂપિયાનો દંડ ભરવો પડે છે. જો તમે પાનને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરો, તો તેનાથી હવે પછી તમારુ ઇન્કમ ટેક્ષ રિટર્ન ભરવાનું તો બંધ થઇ જ જશે, સાથે જ તમે પાન કાર્ડ સાથે જોડાયેલી અન્ય સુવિધાઓ નો પણ લાભ નહીં લઇ શકો. આથી તમામ લોકોએ વહેલી તકે આ કામગીરી પુરી કરવા CBDT દ્વારા સૂચના આપી છે.

આધાર-પાન કાર્ડ લીંક

આમ તો મોટા ભાગના લોકોએ આધાર નંબર પાન કાર્ડ સાથે લીંક કરેલા છે પરંતુ અનેક લોકોને ખબર નથી હોતી કે તેમનું આધાર-પાન સાથે લિંક છે કે નહીં? આ માહિતી ખૂબ જ સરળતાથી જાણી શકાય છે. આ માટે તમારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ઓફીસીયલ વેબસાઇટ પર ચેક કરવા જવું પડશે.

આધાર-પાન લિંકિંગનું સ્ટેટ્સ કેવી રીતે જોવું?

  • સૌથી પહેલા તમે “Income Tax” ની ઓફિસિયલ વેબસાઇટ પર જાઓ અથવા અહીં ક્લિક કરો
  • પછી તમે નીચે સ્ક્રોલ ડાઉન કરીને “Quick Links” માં ‘Link Aadhaar‘ ના વિકલ્પ પર ક્લિક કરો
  • ત્યાં, તમે પાન કાર્ડ નંબર અને આધાર કાર્ડ નંબર દાખલ કરો
  • પછી તમે નીચે “Validate” બટન પર ક્લિક કરો
  • છેલ્લે “Your PAN BZXXXXXX7H is already linked to given Aadhaar 69XXXXXXXX24” આવો મેસેજ દેખાય તો તમારુ પાનકાર્ડ એ આધારકાર્ડ સાથે લિંક છે

આધાર કાર્ડ ને પાન સાથે લિંક કરવા માટેની પ્રોસેસ

  • જો તમે આધાર ને પાન કાર્ડ સાથે લીંક કરવા માગતા હોય તો તમારે નીચેના સ્ટેપ અનુસરવા પડશે.
  • આ માટે દેશના આવકવેરા વિભાગની ઓફીસીયલ વેબસાઇટ https://www.incometaxindiaefiling.gov.in/ ઓપન કરવાની રહેશે.
  • હોમપેજ પર ‘Quick Links’ સેક્શન હેઠળ ઉપલબ્ધ ‘Link Aadhaar’ વિકલ્પ પર ક્લિક કરો.
  • -ત્યારબાદ એક નવું પેજ ખુલશે જ્યાં તમારે તમારા પાન, આધાર નંબર અને તમારા આધાર કાર્ડ પર જણાવેલ તમારું નામ દાખલ કરવાનું રહેશે.
  • પેજ પર દેખાતા કેપ્ચા કોડને દાખલ કરો અને ‘Link Aadhaar’ બટન પર ક્લિક કરો.

આધાર પાન કાર્ડ લીંક કરવાની છેલ્લી તારીખ : ૩૧/૦૩/૨૦૨૩ છે. ત્યારબાદ જો આધાર પાન કાર્ડ સાથે લીંક નહિ હોય તો તમારુ પાન કાર્ડ ઈનેકટીવ બની જશે. જેને ફરીથી એકટીવ કરવા રૂ. 10000 સુધીની પેનલ્ટી ભરવી પડશે. તમારુ આધાર-પાન કાર્ડ લીંક થયેલ છે કે નહિ તે આ પોસ્ટમા આપેલી માહિતી પરથી ચેક કરી શકસો. જો લીંક ન હોય તો 31 માર્ચ પહેલા આ કામ પુરુ કરો.

અગત્યની લીંક

Aadhaar PAN Link

Aadhaar PAN Link

આધાર-પાન લીંક કરવાની છેલ્લી તારીખ કઇ છે ?

31 માર્ચ 2023

આધાર-પાન લીંક સ્ટેટસ ચેક કરવા ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://www.pan.utiitsl.com/panaadhaarlink/forms/pan.html/panaadhaar

આધાર-પાન કાર્ડ લીંક કરવાનો ચાર્જ કેટલો છે ?

રૂ.1000

Related Posts

Subscribe Our Newsletter