ઊનાળો આવે ત્યારે ઠંડા પીણા અને આઈસક્રીમ ડીમાન્ડ વધી જતી હોય છે. આમ તો અનેક ઠંડા પીણા અને આઈસ્ક્રીમની ઘણી બધી વેરાયટી બજારમાં ઉપલબ્ધ હોય છે પરંતું શ્રેષ્ઠ પીણામાં છાશની તુલનામાં કોઈ અન્ય વસ્તુ આવે તેમ નથી. ઊનાળામાં આપણે છાશ પીને રાહત મેળવીએ છીએ તો જાણો આ છાશ શરીર માટે કેટલી રીતે ઉપયોગી છે.
છાશ ના ફાયદા: Benefits of ButterMilk
Table of Contents
- છાશ ના ફાયદા: Benefits of ButterMilk
- પાચનતંત્ર મજબૂત બને છે.
- મસાલેદાર ભોજનની અસર ઓછી થાય
- એસિડિટીની દૂર થાય છે.
- વજન ઘટાડવામાં ફાયદાકારક
- શરીરમાં પાણીની ઘટને પુરી કરે
- છાશ મા મળતા પોષક તત્વો
- બ્લડપ્રેશર,કેન્સર વગેરેમા ઉપયોગી
- ડિહાઈડ્રેશનની સ્થિતિમાં કારગત
- છાશ પીવાના અન્ય ફાયદા
- અગત્યની લીંક
- છાશ માથી કયા તત્વો મળે છે ?
- Disclaimer
પાચનતંત્ર મજબૂત બને છે.
આપણી પાચનક્રિયા જેટલી સારી હશે તેટલું જ આપણુ શરીર વધુ તંદુરસ્ત રહે છે. બપોરે જમ્યા પછી આપણે છાશ પીઇએ છીએ. તેનાથી શરીરમાં ખાવાનું સારી રીતે પચી જાય છે. ખાટા ઓડકાર આવતા નથી. છાશમાં પ્રોબાયોટિક્સ હોય છે જે શરીરના જઠરરસને વધારે છે. પાચનક્રિયા અને રોગપ્રતિકારક શક્તિ તેનાથી વધી જાય છે.મસાલેદાર ભોજનની અસર ઓછી થાય
આજકાલ જંકફુડ અને મસાલેદાર ભોજન લોકોની રૂટીન લાઇફસ્ટાઇલ નો ભાગ બની ગયો છે. મસાલેદાર ખોરાક ખાવાથી શરીરને ઘણા પ્રકારે નુકસાન થાય છે. જો મસાલેદાર ભોજન લીધા બાદ છાશ નુ સેવન કરવામા આવે તો મસાલેદાર ખોરાકની અસર ઓછી થઈ જાય છે. મસાલેદાર ભોજન ખાદ્યા બાદ સૌથી વધારે સમસ્યા પેટમાં બળતરા અને એસીડીટી ની રહે છે, છાશ બળતરા શાંત પાડવામાં મદદરૂપ રહે છે. દહીમાંથી બનેલી છાશ તીખાશ સામે લડવા માટે ઉત્તમ છે. પ્રોટિન તીખાશને સામાન્ય કરી નાખે છે અને પાચનતંત્રને ઠંડુ પાડે છે.એસિડિટીની દૂર થાય છે.
ઘણા લોકોને જમ્યા બાદ એસિડિટી થઇ જતી હોય છે. એસિડિટીની સમસ્યા હોય તેમણે તો છાશનો ઉપયોગ શરૂ કરી દેવો જોઈએ. દહીંમાંથી બનેલી છાશ પેટને ઠંડુ રાખશે અને બળતરાને શાંત પાડી દેશે. છાશ પીવાથી ઘણો આરામ મળે છે.વજન ઘટાડવામાં ફાયદાકારક
જે લોકોનુ વજન વધારે હોય અને વજન ઘટાડવા માગતા હોય તો વજન ઘટાડવામાં છાશ ઉપયોગી બનશે. વજન ઘટાડવું હોય તો છાશનું સેવન કરવાથી ફાયદો થશે. તેલ, માખણ, ઘી તમારી અન્નનળી અને પેટને જકડી લે છે અને છાશ પીવાથી તમને રાહત થાય છે. છાશ વજન ઘટાડવામાં મદદરૂપ છે પણ તેનો મતલબ એ નથી કે આપણે આડેધડ કોઈપણ ખોરાક લેવો.શરીરમાં પાણીની ઘટને પુરી કરે
સામાન્ય રીતે મનુષ્યને દરરોજ 8 ગ્લાસ પાણી પીવું જરૂરી છે. શરીરમાં પાણીની માત્રા હોવી પણ તેટલી જરૂરી છે. ઊનાળામાં ઘણીવાર શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જતુ હોય છે. જેના લીધે ચક્કર આવવા જેવી, ઊલ્ટી થવી કે તાવની સમસ્યા રહે છે. છાશમાં પણ પાણીની માત્રા રહેલી હોય છે. છાશ પીવાથી શરીરમાં પાણીની ઘટ પૂર્ણ થાય છે અને આખો દિવસ શરીરમાં તાજગી રહે છે.છાશ મા મળતા પોષક તત્વો
છાશમાથી આપણા શરીરને અનેક પ્ર્કારના પોષક તત્વો મળે છે. છાશમાં પ્રોટીન, પ્રોટેશિયમ અને વિટામીન બી જેવા તત્વોનું પ્રમાણ સારું એવું હોય છે. આ દરેક તત્વોમાં મોટાપ્રમાણમાં વિટામીન, મીનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ રહેલા હોય છે. આ પોષક તત્વોના કારણે રોગપ્રતિકારક શક્તિ વધે છે. ઊંઘ સારી આવે છે તથા બીજા પણ ઘણા ફાયદા થાય છે.બ્લડપ્રેશર,કેન્સર વગેરેમા ઉપયોગી
છાશમાં રહેલી દૂધની ચરબીમાં બાયોએક્ટિવ પ્રોટિન હોય છે જેનાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે, તેમાં એન્ટીવાયરલ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીકાર્સિનજેનિક જેવા તત્વો હોય છે. એક સંશોધન પ્રમાણે દરરોજ છાશ પીવાથી બ્લડપ્રેશર પણ ધીમે ધીમે ઓછું થાય છે.ડિહાઈડ્રેશનની સ્થિતિમાં કારગત
જો ગરમીમાં ક્યાય બહાર જવાનુ થાય તો છાશની બોટલ ભરીને સાથે લઇ જવી જોઇએ અથવા ઘરે પરત આવો ત્યારે ઠંડી છાશ પીવી જોઇએ. દહીં અને પાણીના આ મિશ્રણમાં મીઠું અને મસાલો નાખીની પીવો, શરીરમાં પાણીની માત્રા વધશે અને શરીરને ડિહાઈડ્રેશનથી બચવામાં મદદરૂપ કરશે.
છાશ પીવાના અન્ય ફાયદા
- શરીરના આંતરડાને હેલ્ધી રાખે છે.
- છાશ વાયુ, વાત ની તકલીફો માટે ઉપયોગી છે.
- શરીરને સ્ફૂર્તિ આપે છે.
- વાળ માટે ઉત્તમ છે.
- છાશ પેટના રોગો દૂર કરે છે.
- ખોરાક પચાવવામાં મદદ કરે છે.
- ખોરાક સાથે છાશ પીવાથી શાકની તીખાસ દૂર થાય છે. શીતળતા મળે છે.
છાશ ના ફાયદા
છાશ ના ફાયદા
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
છાશ માથી કયા તત્વો મળે છે ?
પ્રોટીન, પ્રોટેશિયમ અને વિટામીન બી જેવા તત્વો મળે છે.Disclaimer
અમે તમારા સુધી છાશ ના ફાયદા માટેની માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી સાચી, સુરક્ષિત અને તેના વિશેષજ્ઞ દ્વારા સાચી માહિતી પહોચાડવાનો અમારો ઉદ્દેશ છે. પરંતુ આ માહિતીને ઉપયોગમાં લેતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.આ છાશ ના ફાયદા આર્ટિકલ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે બાબતો તમામ વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.