-->

Join Group

Ad Unit (Iklan) BIG

ઉનાળામાં પેટમાં ઇન્ફેક્શન કેમ થાય છે?:લક્ષણો અને કારણો જાણીને થઈ જાઓ એલર્ટ, જો બેદરકારી દાખવશો તો પાણી પણ નહીં પચાવી શકો

ઉનાળામાં પેટમાં ઇન્ફેક્શન કેમ થાય છે?:લક્ષણો અને કારણો જાણીને થઈ જાઓ એલર્ટ, જો બેદરકારી દાખવશો તો પાણી પણ નહીં પચાવી શકો.

જો તમે ઉનાળાની ઋતુમાં ખાવા-પીવામાં થોડી પણ બેદરકારી કરો છો તો તમને ભારે પડી જાય છે. તીખું-તળેલું ખાવાથી વ્યક્તિએ સીધા હોસ્પિટલના ચક્કર કાપવા પડે છે. આ પાછળનું કારણ છે પેટમાં ઇન્ફેક્શન.

પેટને સ્વસ્થ રાખવા માટે ક્યા ઉપાયો કરી શકાય છે, પેટને સ્વસ્થ રાખવા ઉનાળાની ઋતુમાં શું ખાવું જોઈએ, આ બધું તમે આજના કામના સમાચારમાં જાણી શકશો…

આજના અમારા એક્સપર્ટ છે:

  • ડૉ. ગિરીશ ત્યાગી, ડાયગ્નોસ્ટિક રેડિયોલોજી નિષ્ણાત, મૌલાના આઝાદ હોસ્પિટલ, દિલ્હી
  • શુચિન બજાજ, ફાઉન્ડર ડિરેક્ટર, ઉજાલા સિગ્નસ હોસ્પિટલ, દિલ્હી
  • ડો. હરિ પ્રસાદ યાદવ, ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ, મેદાંતા હોસ્પિટલ, ઈન્દોર

પ્રશ્ન: પેટમાં ઇન્ફેક્શન શું છે?

જવાબ: પેટમાં ઇન્ફેક્શન વાઇરસથી થતો રોગ છે. જેને તબીબી ભાષામાં વાઇરલ ગેસ્ટ્રોએન્ટેરિટિસ પણ કહેવામાં આવે છે.

જેમાં ચેપ લાગવાથી આંતરડામાં બળતરા થાય છે. જેનાથી પાચનતંત્ર પર એટલી અસર થાય છે કે પાણી પણ પચી શકતું નથી.

પ્રશ્ન: સામાન્ય રીતે પેટમાં ઇન્ફેક્શનનું કારણ શું છે?

જવાબ:
  • વધારે ખાવું
  • ખોટા સમયે ખાવું
  • બગડેલો અથવા વાસી ખોરાક ખાવો
  • ગંદું પાણી પીવું
  • ગંદકી

પ્રશ્ન: શા માટે વધુ લોકો માત્ર ઉનાળામાં જ ફૂડ-પોઈઝનિંગની ફરિયાદ કરે છે?

જવાબ: ઉનાળાની સિઝનમાં બેક્ટેરિયા, વાઇરસ કે ફૂગ ઝડપથી ફેલાય છે જેને કારણે ખોરાક ઝડપથી બગડે છે. જ્યારે આપણે આ ખોરાક ખાઈએ છીએ, ત્યારે ઇન્ફેક્શનનું જોખમ વધી જાય છે. જેના કારણે ફૂડ-પોઈઝનિંગની સમસ્યા થાય છે, તેથી જ ઘરમાં વાસી ખોરાક ન ખાવાની સલાહ આપવામાં આવે છે.

પ્રશ્ન: ફૂડ-પોઈઝનિંગથી કઈ સમસ્યાઓ થઈ શકે છે?

જવાબ: ફૂડ-પોઈઝનિંગથી પેટમાં ગરબડ, ઊલટી અને ઝાડા થઈ શકે છે, જેના કારણે શરીરમાંથી પાણી ઓછું થઈ જાય છે.

પ્રશ્ન: શું આ ચિંતાનું કારણ છે?

જવાબ: હા,ઊલટી અને ઝાડાને હળવાશથી લેવું સારું નથી. જેના કારણે નાનાં બાળકો અને વૃદ્ધોની તબિયત લથડી શકે છે. જેના કારણે ઘણી વખત દર્દીઓને હોસ્પિટલમાં પણ દાખલ થવું પડે છે.

પ્રશ્ન: ફૂડ-પોઇઝનિંગથી ઝડપી રાહત કેવી રીતે મેળવવી?

જવાબ: એક ગ્લાસ ગરમ પાણી લો. તેમાં આખા લીંબુનો રસ નિચોવો. હવે એમાં એક ચપટી મીઠું અને એક ચપટી ખાંડ ઉમેરો. એને સારી રીતે મિક્સ કરીને પી લો.

યાદ રાખો- જો તમને રાહત ન મળે તો ડૉક્ટરની સલાહ લો. ઘરગથ્થુ ઉપાયોમાં સમય બગાડો નહીં.

સવાલ: ઘણીવાર બહારનો ખોરાક ખાધા પછી પેટમાં ઈન્ફેક્શનની ફરિયાદ રહે છે, એનું કારણ શું છે?

જવાબ: આ પાછળ ઘણાં કારણો હોઈ શકે છે, જેમ કે-
  • તમે જે જગ્યાએથી ભોજન મગાવ્યું છે અથવા ખાધું છે ત્યાં સ્વચ્છતાનું ધ્યાન ન રાખ્યું હોઈ શકે.
  • ખોરાક યોગ્ય રીતે રાંધવામાં ન આવ્યો હોય.
  • શાકભાજી બરાબર સાફ અને રાંધેલા ન હોવા જોઈએ.
  • ખોરાક ખુલ્લો રાખ્યો હશે.
  • સવારે તૈયાર થયેલો ખોરાક મોડેથી પીરસવામાં આવ્યો હોય.

પ્રશ્ન: લીંબુ ખાટું હોય છે, પેટના ઈન્ફેક્શનના દર્દીને લોકો લીંબુ-પાણી આપે છે, એ પણ યોગ્ય નથી?

જવાબ: આંતરડાંની ગંદકીને સાફ કરવા માટે લીંબુનો રસ કુદરતી ઉપાય છે. આ પીવાથી બેક્ટેરિયા નાશ પામે છે, જે ઈન્ફેક્શનનું કારણ બને છે. આ સાથે પેટમાં મરોડ, ખેંચાણ, દુખાવો અને ભૂખ ન લાગવી જેવી સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે.

પ્રશ્ન: મને પેટમાં ઈન્ફેક્શન છે, જલદી સાજા થવા માટે મારે શું ખાવું જોઈએ?

જવાબ: નીચેનું ગ્રાફિક્સ વાંચો...





ચાલો ઉપરોક્ત ગ્રાફિક્સના મુદ્દાઓને વિગતવાર સમજીએ કે આ વસ્તુઓ પેટ માટે કેવી રીતે ફાયદાકારક છે.
  • દહીં અને છાશ પેટ માટે ફાયદાકારક છે, જેમાં રહેલા પ્રોબાયોટિક્સ પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. આ સિવાય દહીં શરીરને હાઇડ્રેટ રાખે છે.
  • નાળિયેર પાણીમાં રહેલા ઈલેક્ટ્રોલાઈટ્સ ઝાડા અને ઊલટીને અટકાવે છે, જે શરીરને હાઇડ્રેટેડ અને સ્વસ્થ રાખવાની સાથે પાચનતંત્રને સુધારે છે.
  • સૂપને વધુ ફાયદાકારક બનાવવા માટે તેમાં વરિયાળી, ફુદીનો અને આદું ઉમેરી શકાય છે. જેમાં પ્રાકૃતિક એન્ટિ-ઓક્સિડન્ટ અને એન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.
  • પ્રોટીન આહાર શરીરને ત્વરિત ઊર્જા આપે છે. એટલા માટે તમે ઓટમીલ, સોજી ખાઈ શકો છો, પરંતુ પ્રોટીન ડાયટ જેવી વસ્તુઓ ન ખાઓ અને પીશો નહીં, જેને પચવામાં લાંબો સમય લાગે છે. જેમ કે ઈંડાં, ચિકન, સીંગદાણા.
  • નરમ પલ્પવાળાં ફળો જે તાજાં હોય છે અને પેટમાં સરળતાથી પચી જાય છે. તમે તેનો રસ પણ પી શકો છો. જેમ કે- કેળા, સફરજન, મોસંબી.
  • મીઠું-ખાંડનું શરબત જ્યારે પેટમાં ઈન્ફેક્શન થાય છે ત્યારે સોડિયમ, પોટેશિયમ અને અન્ય મિનરલ્સ પણ ઘટે છે. નિયમિત રીતે મીઠું અને ખાંડનું શરબત પીવાથી ખૂબ જ ફાયદો થાય છે. ઈલેક્ટ્રોલ પાઉડર પાણી સાથે પણ લઈ શકાય છે.
  • હળવો ખોરાક લેવો. તમે ગ્રીન ટી પી શકો છો. ઓટમીલ, કોર્નફ્લેક્સ ખાઓ. તેનાથી પેટ હલકું લાગશે.
  • ફુદીનામાં મેન્થોલ ગુણો જોવા મળે છે જે પેટને ઠંડું રાખવાની સાથે પાચન પ્રક્રિયાને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. તમે એને ચટણી, રસ, દહીં-છાશમાં મિક્સ કરીને પી શકો છો.

પ્રશ્ન: પેટની તકલીફથી કેવી રીતે બચવું?

જવાબ: ઉપાય જાણવા માટે નીચે આપેલાં ગ્રાફિક્સ વાંચો...



આયુર્વેદ પેટની સમસ્યા વિશે શું કહે છે


આયુર્વેદ ડૉક્ટર ડિમ્પલ જાંગરાના જણાવ્યા અનુસાર, પેટમાં ઈન્ફેક્શનનાં લક્ષણો દેખાય કે તરત જ આ ઘરગથ્થુ ઉપચારથી બચી શકાય છે.

દાડમઃ દાડમને સંચળ અને કાળા મરી સાથે ખાઓ. પેટના ઈન્ફેક્શનમાં રાહત આપે છે, જેમાં બળતરા વિરોધી ગુણધર્મો છે, તે આંતરડાંની બળતરા ઘટાડે છે.

લવિંગઃ 4 લવિંગને એક ગ્લાસ ગરમ પાણીમાં ઉકાળો. તેનું પાણી પીવાથી પેટનું ઇન્ફેક્શન મટે છે. તે આંતરડાં સુધી પહોંચીને સ્નાયુઓને મજબૂત બનાવે છે.

Related Posts

Subscribe Our Newsletter