-->

Join Group

Ad Unit (Iklan) BIG

Rath Yatra Live: 2023 અમદાવાદ જગન્નાથ રથ યાત્રા લાઈવ પ્રસારણ,જાણો રથયાત્રાનું મહત્વ, રૂટ અને ટાઈમ

Rathyatra Ahmedabad 2023: અમદાવાદમાં ભગવાના જગન્નાથની 146મી રથયાત્રા નિકળશે. આજે સવારે ભગવાન જગન્નાથને સોનાવેષના દર્શન અને ગજરાજપૂજન કરવામાં આવ્યુ હતુ. ત્યાર બાદ મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા વિધિ અને પુજન વિધિ કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિર ટ્રસ્ટ સાથે કોગ્રેસ કમિટીએ મુલાકાત કરી હતી. આ ઉપરાંત સાંજ રથયાત્રા દરમિયાન શાંતિ અને સુમેળભર્યુ વાતાવરણ જળવાઇ રહે તે માટે શાંતિ સમિતિની બેઠક મળશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સવારે 4.00 કલાકે મંગળા આરતી કરશે, જ્યારે સવારે 4.30 કલાકે મહાભોગ (ખીચડીભોગ) ધરાવાશે. સવારે 5.30 થી 6.00 ભગવાનને રથમાં વિરાજીત કરાશે.આજે સાંજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભગવાન જગન્નાથની વિશિષ્ટ પૂજા આરતી કરવામાં આવશે.
Rath Yatra Live: 2023 અમદાવાદ જગન્નાથ રથ યાત્રા લાઈવ પ્રસારણ,જાણો રથયાત્રાનું મહત્વ, રૂટ અને ટાઈમ
Rath Yatra Live: 2023 


જગન્નાથજીની 146 મી રથયાત્રા (Rath Yatra Live)

રથયાત્રની શરૂઆત તારીખ 20 જૂન 2023 ના રોજ સવારે 07:05 મિનિટે મંદિરથી નીકળશે. રથયાત્રા શુભારંભની પહિન્દ વિધિ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ના શુભ હસ્તે રથ ખેંચી શુભારંભ કરવામાં આવશે. શ્રી જગન્નાથજી રથયાત્રા પરંપરા મુજબ નગર પરિક્રમા કરી સાંજે 8.30 કલાકે નિજ મંદિર પરત આવશે.

અષાઢી બીજ મંગળવારના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે ત્યારે 18 કિલોમીટરના રૂટમાં રણછોડરાયનો રથ ફરીને નીજ મંદિર પરત ફરશે.અમદાવાદ રથયાત્રા અને જગન્નાથ મંદિરનો ઇતિહાસ ભવ્ય છે. અષાઢ સુદ બીજના દિવસે અહીં ભવ્યાતિભવ્ય રથયાત્રા નીકળે છે. રથયાત્રાના દિવસે પૂર્વ અમદાવાદ જય જગન્નાથ, જય રણછોડ… નાદથી ગૂંજી ઉઠે છે અને સમગ્ર માહોલ ભક્તિમય બને છે. હજારો લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ રથયાત્રામાં જોડાય છે.

અમદાવાદ રથયાત્રા લાઈવ 2023

આવતી કાલે ભગવાન જગન્નાથ નગરચર્યા પહેલા સવારે 4 કલાકે મંગળા આરતી કરવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) દ્વારા મંગળા આરતી કરવામાં આવશે. ત્યાર બાદ 4-30 કલાકે ભગવાનને વિશિષ્ટ ભોગ (ખીચડી) ધરાવવામાં આવશે. 5 કલાકે ભગવાન જગન્નાથનો અતિપ્રિય આદિવાસી નૃત્ય અને રાસ ગરબા સાથે ભગવાનને આંખે બાંધેલા પાટા ખોલવાની વિધિ કરવામાં આવશે. સવારે 5-45 કલાકે ભગવાન જગન્નાથનો રથમાં પ્રવેશ કરાવવાની વિધિ કરવામાં આવશે. સવારે 7-05 કલાકે નીજ મંદિરથી ભગવાન જગન્નાથ નગરચર્યા કરવા માટે નિકળશે.

શા માટે જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે?

દર વર્ષે અષાઢ મહિનામાં, શુક્લ પક્ષના બીજા દિવસે, ભગવાન જગન્નાથ (ભગવાન કૃષ્ણ) મોટા ભાઈ બલરામ અને નાની બહેન સુભદ્રા સાથે તેમની મામી (ગુંડિચા) ના ઘરે જાય છે. આ દિવસે તેઓને ત્રણ અલગ-અલગ રથ પર લઈ જવામાં આવે છે. આ પછી ત્રણેયને રથયાત્રા દ્વારા તેમની માસીના ઘરે એટલે કે ગુંડીચા મંદિર લઈ જવામાં આવે છે.

ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા અનુસંધાને અમદાવાદ પોલીસનું જાહેરનામું અમદાવાદના 27 જેટલા રસ્તાઓ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

જગન્નાથજીની રથયાત્રાનું મહત્વ

ભગવાન જગન્નાથ શ્રી કૃષ્ણના અવતાર છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન જગન્નાથની બહેન સુભદ્રાએ દ્વારકા દર્શન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને ત્યારબાદ ભગવાન જગન્નાથે તેમની બહેનને રથમાં બેસાડીને લઈ ગયા હતા. ત્યારથી રથયાત્રા શરૂ થઈ હતી. આ રથયાત્રાનો ઉલ્લેખ સ્કંદ પુરાણ, નારદ પુરાણ, પદ્મ પુરાણ અને બ્રહ્મ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે.

રથ યાત્રા લાઈવ પ્રસારણ 2023

સામાન્ય તૌર પર તો આપણે સૌ ભગવાન કૃષ્ણની જ પૂજા કરતા હોઈએ છીએ, પરંતુ આ રથયાત્રા દરમિયાન ભગવાન કૃષ્ણના ભાઈ બહેનની પણ પૂજા કરવાની પૌરાણિક પરંપરા છે. આ ઉત્સવ ની શરૂઆત બલરામ જગન્નાથ અને સુભદ્રાના સ્નાનની યાત્રાથી થાય છે. 12 મી સદીમાં શરૂ કરાયેલો આ તહેવાર આજે પણ હિન્દુ ભક્તો દ્વારા પૂરી ધામધૂમ અને શ્રદ્ધાથી ઉજવવામાં આવે છે.

2023 માં એટલે કે હવે બે ત્રણ દિવસ બાદ આવનારી આ યાત્રાના મુખ્ય આકર્ષણના કેન્દ્રો રહેશે ચંદન યાત્રા, સ્નાન યાત્રા, હીરા પંચમી, નીલાદરી બીજ અને બ્રહ્મ પરિવર્તન. તો મિત્રો થઈ જાઓ તૈયાર આ વર્ષે જગન્નાથપુરી યાત્રા ના દર્શન કરવા માટે અને નવ દિવસ ચાલનારી આ શોભાયાત્રામાં ભક્તિના રંગથી રંગાવા માટે.

અમદાવાદ રથયાત્રાના આકર્ષણો 

  • 18 શણગારેલા ગજરાજો
  • 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટ્રકો
  • 30 અંગ કસરત પ્રયોગ સાથેના અખાડા
  • 18 ભજન મંડળીઓ
  • 3 બેન્ડબાજા
  • 1200 જેટલા ખલાસી ભાઇઓ
  • 2000 જેટલા સાધુ સંતો

રથયાત્રા કેટલા વાગે ક્યાં સ્થળે પહોચશે Rath Yatra 2023 Timings and Route

  • સવારે 7-05 મંદિરથી રથયાત્રાનો શુભારભ થશે
  • સવારે 9-00 મ્યુનિસિપલ કોર્પોરેશન
  • સવારે 9-45 રાયપુર ચકલા
  • સવારે 10-30 ખાડીયા ચાર રસ્તા
  • સવારે 11-15 કાલુપુર સર્કલ
  • બપોરે 12-00 સરસપુર
  • બપોરે 1-30 સરસપુરથી પરત ફરશે
  • બપોરે 2-00 કાલુપુર સર્કલ
  • બપોરે 2-30 પ્રેમ દરવાજા
  • બપોરે 3-15 દિલ્હી ચકલા
  • બપોરે 3-45 શાહપુર દરવાજા
  • બપોરે 4-30 આર સી હાઇસ્કુલ
  • સાંજે 5-00 ઘી કાંટા
  • સાંજે 5-45 પાનકોર નાકા
  • સાંજે 6-30 માણેકચોક
  • સાંજે 8-30 નીજ મંદિર પરત

રથયાત્રા 2023 લાઈવ જોવા માટે

Tv9 ગુજરાતી લાઈવઅહીં ક્લિક કરો
abp અસ્મિતા લાઈવઅહીં ક્લિક કરો
news 18 ગુજરાતી લાઈવઅહીં ક્લિક કરો
VTV ન્યૂઝ લાઈવઅહી ક્લિક કરો

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
જોબની નિયમિત અપડેટ માટે whatsapp Group જોઇનઅહીં ક્લિક કરો

Related Posts

Subscribe Our Newsletter