રથયાત્રાની સુરક્ષામાં 3D મેપિંગનો ઉપોયગ |
Rathyatra 2023 in Ahmedabad, 3D mapping : અમદાવાદ શહેરમાં 20 જૂન 2023ના મંગળવારના રોજ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગર ચર્ચાએ નીકળશે. વર્ષોથી ચાલી આવતી પરંપરા 146 વર્ષે પણ યથાવત રહેશે. આ વખતે 146મી રથયાત્રા અમદાવાદ શહેરમાં નીકળશે. જોકે, આ રથયાત્રાની સુરક્ષામાં કોઈ ચૂક ન થાય તે માટે અમદાવાદ પોલીસે આ વખતે ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. રથયાત્રામાં સૌ પ્રથમ વખત થ્રીડી મેપિંગનો ઉપયોગ કરવામાં આવશે. ચાલો જાણીએ કે થ્રીડી મેપિંગ વિશેની તમામ માહિતી. અને અમદાવાદમાં નીકળનારી રથયાત્રામાં રથયાત્રામાં થ્રીડી મેપિંગનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવશે.
3D મેપિંગ શું છે?
3D મેપિંગનો અર્થ છે કે વસ્તુઓને વાસ્તવિક દુનિયામાં મેપ કરવા માટે ત્રણ આયામોમાં વસ્તુઓની રુપરેખા બનાવવી. મતલબ 3D મેપિંગમાં વસ્તુઓને ત્રિવિમીય રૂપ આપવાનું હોય છે. જેથી કોઇપણ વસ્તુનું વાસ્તવિક દ્રશ્ય સ્વરૂપ જાણી શકાય.3D મેપિંગનો લાભ
3D મેપિંગ એક સૌથી સારો લાભ છે કે આ વિઝ્યુલાઇજેશન અને જાણકારી એકત્ર વા માટે નવીનતમ ટેક્નોલોજી દ્વારા માહિતીઓ પ્રદાન કરે છે. વસ્તુ-ક્ષેત્રના અધ્યયન માટે 3D નકશા ઉપલબ્ધ થવાથી જ્ઞાન દશ્ય માનવચિત્રણ સરળ થાય છે. એક 3D નકશો એક સ્થાનનું વાસ્તવિક દ્રશ્ય પ્રદાન કરે છે. જેનો ઉપયોગ સ્થાનિક અધિકારીઓ અને યોજનાઓ દ્વારા કરવામાં આવી શકે છે. નિર્માણ ક્ષેત્ર માટે 3D મેપ એટલો જ ઉપયોગી છે જેટલો બ્લૂપ્રિંટ. 3D માનચિત્ર પર યોજનાઓની કલ્પના કરવી અને નિર્માણ દરમિયાન થનારી સંભાવિત અડચણોની ઓળખ કરવી ખુબ જ સરળ બની જાય છે.જ્યારે તમારી સામે 3D નકશો હોય છે તો તમે અસીમિત કલ્પનાની દુનિયામાં પ્રવેશ કરો છો. જ્યાં તમારી અંતિમ આઉટપુટથી પહેલા અનેક દ્રશ્ય પ્રભાવોની સાથે પ્રયોગ કરી શકાય છે. વિમાનની સ્થિતિ નિર્ધારિત કરવાથી લઇને પ્રક્ષેપણ માનચિત્રણની સાથે તમારા કાર્યક્રમને ખાસ બનાવવા સુધી 3D મેપિંગ એક જાદુઈ આંખની જેમ કામ કરે છે.
3D નકશો કેવી રીતે તૈયાર થાય છે?
3D મેપિંગને પ્રોજેક્શન મેપિંગ અથવા વીડિયો મેપિંગ પણ કહેવાય છે. 3D મેપિંગને સ્થાનિક સંવર્ધિત વાસ્તવિકતા (Spatial Augmented Reality) પણ કહેવાય છે. પ્રોજેક્શન મેપિંગ માટે એક એવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે જેના સ્તરને ડાયનેમિક વિઝ્યુઅલ ડિસ્પ્લેમાં ફેરવી દે છે. જોકે, અનેક પ્રકારે પ્રભવ પેદા કરી શકે છે. પરંતુ કેટલાક કમ્પ્યુટર એનિમેશનની સાથે 2D અથવા 3D ડેટાનું સંયોજન જરૂરી ડિટેલ્સને ઉજાગર કરી શકે છે.3D મેપિંગનો ઉપયોગભૂમિ પ્રબંધન
- કાર્ટોગ્રાફી
- શહેરી નિયોજન
- સટીક ક્ષેત્ર માપવા
- ભંડારણમાં સામાન અથવા માલની માત્રા માપવા માટે