-->

Join Group

Ad Unit (Iklan) BIG

Top 10 Carrier: B.A., B.com., B.Sc. પછી બનાવો આ ક્ષેત્રમાં કરિયર, Life બની જશે.

Top 10 Carrier: B.A., B.com., B.Sc. પછી બનાવો આ ક્ષેત્રમાં કરિયર, Life બની જશે.





Top 10 Carrier: B.A., B.com., B.Sc. પછી બનાવો આ ક્ષેત્રમાં કરિયર: ધોરણ 12 નો અભ્યાસ કર્યા બાદ વિદ્યાર્થીઑ B.A., B.com., B.Sc. જેવા કોર્ષ પસંદ કરે છે. અને આ કોર્ષ કર્યા બાદ તે માસ્ટર ડિગ્રી કરે છે. ત્યાર પછી આગળ નોકરી મેળવવા માટે ભવિષ્યમાં આ કોર્ષ પછી Top 10 Carrier બનાવી શકાય તે માટે અમે તમારા માટે આ પોસ્ટ લઈને આવ્યા છીએ. જેથી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ક્યાં ક્ષેત્રમાં આગલા વધી શકાય તે બાબતે સરળતા રહે છે. તો આવો જોઈએ નીચે મુજબ આ Top 10 Carrier વિશેની માહિતી.

Top 10 Carrier વિશે


જો તમે પણ કોઈ યુનિવર્સિટી કે કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હોય અને તમને સમજાતું ન હોય કે આગળ શું કરવું, જેથી તમારું ભવિષ્ય ઉજ્જવળ બને. તમારી આ મૂંઝવણોને દૂર કરવા માટે, અમે અહીં તમને શ્રેષ્ઠ કેરિયર વિકલ્પ જણાવી રહ્યા છીએ, જેના દ્વારા તમે તમારું ભવિષ્ય બનાવી શકો છો. તેમજ સારો પગાર પણ મેળવી શકે છે. તો આવો જોઈએ Top 10 Carrier વિશે નીચે મુજબ.

1. MA નો અભ્યાસ કરો.


જો તમે BA કર્યું હોય તો તમે MA એટલે કે સંબંધિત વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરી શકો છો. MA પછી, તમે UGC નેટ પરીક્ષા આપીને P.HD. કરી શકો છો અને પ્રોફેસરની નોકરી કરી શકો છો. આ ઉપરાંત MA કર્યા પછી તમે M.Ed વગેરે કરી શકો છો.
2. LLB

વકીલાત એક અલગ જ વ્યવસાય છે. આવી સ્થિતિમાં, તમે કોઈપણ સુબજેક્ટમાંથી ગ્રેજ્યુએટ થયા પછી વકીલાત કરી શકો છો. તમે દેશની નેશનલ Law કોલેજોમાં પ્રવેશ માટે CLAT પરીક્ષા પણ આપી શકો છો. જો તમે CLAT માં પ્રવેશ મેળવશો તો તમારું ભવિષ્ય સારું બનાવી શકો છો.

3. MBA


તમે સ્નાતક પછી MBA પણ કરી શકો છો. આ માટે એ જરૂરી પણ નથી કે સ્નાતક માં તમારો વિષય કયો હતો. તમે દેશની ઘણી યુનિવર્સિટીઓમાંથી MBA કરી શકો છો. તમે CAT એટલે કે Common Admission Test પણ આપી શકો છો. આ પરીક્ષામાં પાસ આઉટ થયેલા ઉમેદવારોને IIMમાં પ્રવેશ આપવામાં આવે છે. ઉપરાંત, અન્ય ઘણી કોલેજો દ્વારા આ સ્કોરના આધારે પ્રવેશ આપવામાં આવે છે.

4. MCA


જો તમે BSC કર્યું છે તો તમે NIIM ની પરીક્ષા આપીને MCA કરી શકો છો. જે ઉમેદવારો આ પરીક્ષા પાસ કરે છે તેમને સમગ્ર દેશમાં NITsમાં MCAમાં પ્રવેશ આપવામાં આવે છે. આ સાથે પાસ આઉટ થયા બાદ સારું પ્લેસમેન્ટ પણ મળે છે.

5. HR કોર્સ

સ્નાતક પછી તમે HR કોર્સ કરી શકો છો. દેશની ઘણી યુનિવર્સિટીઓ દ્વારા HR કોર્સ ઓફર કરવામાં આવે છે. આજના સમયમાં, HR માં કરિયર તમારા માટે સૌથી સારો સાબિત થઈ શકે છે.

6. TISS ની પરીક્ષા


ગ્રેજ્યુએશન થયા પછી તમે Tata Institute of Social Sciences ની પરીક્ષા આપી શકો છો. અહીં ઘણા અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. Tata Institute of Social Sciences માંથી અભ્યાસ કરવો એ દરેક વિદ્યાર્થીનું સ્વપ્ન હોય છે. કારણ કે અહીંથી સારું પ્લેસમેન્ટ મળે છે.

7. UPSC

ગ્રેજ્યુએશન થયા પછી, તમે UPSC સિવિલ સેવાઓ માટે તૈયારી કરી શકો છો. કારણ કે સિવિલ સર્વિસ માટે ઓછામાં ઓછી લાયકાત સ્નાતક છે. જો તમે સિવિલ સર્વિસમાં સિલેક્ટ થઈ જાઓ તો આનાથી સારી કોઈ કારકિર્દી નથી. કારણ કે સિવિલ સર્વિસના ઉમેદવારોને જે માન અને પૈસા મળે છે તે અન્ય કોઈ સરકારી નોકરીમાં મળતા નથી. જે ક્લાસ વન ની જોબ છે.

8. SSC


ગ્રેજ્યુએશન થયા પછી તમે SSC ની તૈયારી કરી શકો છો. દર વર્ષે SSC દ્વારા CGL વગેરે પરીક્ષાઓ લેવામાં આવે છે. જેમાં સ્નાતક વિદ્યાર્થીને મોકો આપવામાં આવે છે. આમાં, સારા પગારની સાથે પસંદગીના ઉમેદવારોને અન્ય લાભો આપવામાં આવે છે.

9. Banking


ગ્રેજ્યુએશન થયા બાદ તમે Banking માટે તૈયારી કરી શકો છો. PO વગેરે સ્તરની ભરતી માટે ગ્રેજ્યુએશન જરૂરી છે. જો તમે એક વાર PO પરીક્ષા પાસ કરી લો તો તમારું ભવિષ્ય ખૂબ સારું બની જશે.

10. રાજ્ય કક્ષાની સિવિલ સર્વિસ પરીક્ષાઓ


ભારતના અલગ અલગ રાજ્યો દ્વારા રાજ્ય સેવા પરીક્ષા માટે અલગ અલગ કમિશન દ્વારા પરીક્ષાઓ લેવામાં આવે છે. આવી સ્થિતિમાં, તમે રાજ્ય સ્તરની સેવામાં પણ સારી કરિયર બનાવી શકો છો.

Related Posts

Subscribe Our Newsletter