પાઠ 3 મુઘલ સામ્રાજ્ય
56. હલ્દીઘાટ નું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું હતું? તેનું શું પરિણામ આવ્યું હતું? ઉત્તર : હલ્દીઘાટીનું યુદ્ધ ઈ.સ.1576માં અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે થયું હતું. એ યુદ્ધમાં અકબરનો વિજય થયો હતો અને રાણા પ્રતાપ ની હાર થઇ હતી.
57. અકબરે કોની સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી? કેવી રીતે?
ઉત્તર : અકબરે હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી. તેને રાજપુતોની સૈન્યમાં ઉંચા પદો પર નિમણૂક કરી હતી.
58. અકબરે કયા યુગનો પ્રારંભ કર્યો હતો?
ઉત્તર : અકબરે સામાજિક સહિષ્ણુતા ના યુગનો પ્રારંભ કર્યો હતો.
59. ડાંગી ના સમયમાં કઈ કલાનો ખૂબ જ વિકાસ થયો હતો? શા માટે?
ઉત્તર : જહાંગીરના સમયમાં ચિત્રકળાનો ખૂબ જ વિકાસ થયો હતો કારણકે જહાંગીર પોતે મહાન ચિત્રકાર હતો.
60. ઔરંગઝેબ કઈ કઈ બાબતો નો વિરોધ કરતો હતો?
ઉત્તર : ઔરંગઝેબ ચિત્રકલા, મૂર્તિપૂજા અને ધાર્મિક ઉત્સવો નો વિરોધી હતો.
61. તાજમહેલનું નિર્માણ કોણે કરાવ્યું હતું? કોની યાદમાં?
ઉત્તર : તાજમહેલનું નિર્માણ શાજહાએ તેની પત્ની મુમતાજની યાદમાં કરાવ્યું હતું.
62. રાજાના પુત્રો વચ્ચે સાથે શાથી ભયંકર આંતર વિદ્રોહ થયો હતો?
ઉત્તર : શાહજહાંની નાતંદુરસ્તી તબિયતનો લાભ લઇ તેના પુત્રો વચ્ચે મુઘલ સામ્રાજ્ય પર આધિપત્ય જમાવવા ભયંકર આંતર વિદ્રોહ થયો હતો.
63. મનસબ એટલે શું?
ઉત્તર : મનસબ એટલે જાગીર.
64. અકબર બિન સાંપ્રદાયિક રાજા હતો એમ શાથી કહી શકાય?
ઉત્તર : અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વો ને સમાવિષ્ટ કરીને 'દિન - એ - ઇલાહી' નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી. તેને રામાયણ, મહાભારત ,અથર્વવેદ ,પંચતંત્ર, તેમજ બાઇબલ અને કુરાન જેવા મહાન ગ્રંથો ફારસીમાં અનુવાદ કરાવ્યો હતો. આથી,કહી શકાય કે અકબર બિનસાંપ્રદાયિક રાજા હતો.
65. અકબર સમાજસુધારક હતો એમ કહી શકાય?
ઉત્તર : અકબરે બાળ વિવાહ અને સતીપ્રથાનો વિરોધ કર્યો હતો. તેને યાત્રા વેરો નાબુદ કર્યો હતો અને બળજબરીપૂર્વક ધર્માંતર પર પ્રતિબંધ મૂકવા આવ્યો હતો. આથી કહી શકાય કે અકબર સમાજસુધારક હતો.
66. મોગલ યુગ માં કોને કોને ભક્તિ સાહિત્યની રચના કરી હતી?
ઉત્તર : મુગલ યુગમાં મરાઠી ભાષામાં સંત એકનાથ ,સંત જ્ઞાનેશ્વર ,સંત નામદેવ તથા સ્વામી રામદાસ; બંગાળી ભાષામાં ચેતન્ય અને ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતાએ ભક્તિ સાહિત્યની રચના કરી હતી.
67. અબુલ ફઝલે કયા ગ્રંથમાં અકબર ની જીવન કથા આલેખી છે ?તેને કયા ગ્રંથમાં અનુવાદ કર્યો હતો?
ઉત્તર : અબુલ ફઝલે 'અકબરનામા' નામ ના ગ્રંથમાં અકબર ની જીવન કથા આલેખી છે. તેને મહાભારતનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો.
68. ઔરંગઝેબે દિલ્હીની ગાદી પર પોતાની સત્તા કેવી રીતે જમાવી?
ઉત્તર : ઔરંગઝેબે તેના એક ભાઈ દારા ની હત્યા કરી, બીજા ભાઈ મુરાદને જેલમાં પૂર્યો અને ત્રીજા ભાઈ સુમનને હરાવીને દેશ નિકાલ કર્યો. આમ પોતાના ત્રણેય ભાઈઓને સત્તા સંઘર્ષ માંથી દૂર કરી દિલ્હીનીગાદી ઉપર પોતાની સત્તા જમાવી.
69. ઈ.સ.1576 ના હલ્દીઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપે શું કર્યું?
ઉત્તર : ઈ.સ.1576 ના હલ્દીઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપે પોતાની રાજધાની ગોગુડા માં લઈ ગયા અને જીવનના અંત સુધી અકબર સામે લડતા રહ્યા. એ પછી તેઓ પોતાની રાજધાની ડુંગરપુર ના ચાવડ માં લઇ ગયા હતા.
70. ટૂંકનોંધ લખો : બાબર
ઉત્તર : બાબર નું મૂળ નામ ઝહિરુંદિન મુહમ્મદ બાબર હતું. બાબર કુશળ બુદ્ધિશાળી અને શક્તિશાળી લડવૈયો હતો. તે ફારસી ભાષા નો જાણીતો હતો. તે પ્રકૃતિ પ્રેમીઓ અને લેખક હતો. તેણે તેની આત્મકથા તુજુક- એ- બાબરી બાબરનામા લખી હતી. તેની એ આત્મકથા વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ રચના ગણાય છે. બાબરે ઈ.સ.1526 ભારત પર ચડાઈ કરી. પાણીપતના યુદ્ધમાં તેને દિલ્હીના સુલતાન ઈબ્રાહીમ લોદી ને હરાવી. ભારત માં મોગલ સામ્રાજ્યની સ્થાપના કરી.
71. ટૂંક નોંધ : શાહજહાં
ઉત્તર : શાહજહા એ દક્ષિણ ભારતમાં દોલનાબાદ અહમદનગર ગોલ કોંડા અને બીજા પુર વિજય મેળવ્યો હતો. શાહજહા કલા સ્થાપત્ય નો પ્રેમી હતો. શાહજહા નો સમય મુગલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણયુગ ગણાય છે. શાહજહા તેના સુપ્રસિદ્ધ બાંધકામોને લીધે ઈતિહાસમાં મહેલોનો બંધાવનાર તરીકે જાણીતો છે. તેને આગ્રામાં યમુના નદીને કિનારે તેની પત્ની મુમતાજની યાદમાં વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલનું નિર્માણ કરાવ્યું હતું.
72. ટૂંકનોંધ લખો : છત્રપતિ શિવાજી
ઉત્તર : છત્રપતિ શિવાજી મહારાજ મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. તેમનો જન્મ ઈ.સ.1627 મા શિવનેરીના કિલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ શાહજી અને તેમની માતાનું નામ જીજાબાઈ હતું. શિવાજીના જીવન પર તેમના સમર્થ ગુરુ સ્વામી રામદાસ અને દાદા કોંડદેવ નો ગાઢ પ્રભાવ હતો. તેમને નાની જાગીર માંથી મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા 40 થી વધારે કિલ્લા જીત્યા હતા. મોગલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુરના સુલતાન સામે અનેક લડાઈઓ કરી અને શિવાજીએ વિજય પ્રાપ્ત કર્યા હતા.
73. મુગલ સ્થાપત્ય કલાના ત્રણ નમૂનાઓ ની માહિતી આપો.
ઉત્તર : (1) અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો. તેની આગરા થી 36 કિલોમીટર દૂર સંત શેખ સલીમ ચિશ્તી ની યાદ માં 'ફતેપુર સીકરી' નામનું નગર વિકસાવ્યું હતું. અહી અકબરે ગુજરાતની વિજયની યાદમાં 'બુલંદ દરવાજો' બંધાવ્યો આવ્યો હતો.(2)શાહજહાએ પોતાની પત્ની મુમતાજની યાદમાં આગ્રામાં યમુના નદીના કિનારે 'તાજમહેલ' બંધાવ્યો હતો. તેને મોતી મસ્જિદ અને લાલ કિલ્લો પણ બંધાવ્યો હતો.(3) ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં તાજમહેલ જેવો જ કલાત્મક 'રાબિયા-ઉર્દ-દૌરાન' અકબરે બંધાવ્યો હતો.
74. શેરશાહ ના કોઈ પણ પાંચ સુધારાઓ જણાવો.
ઉત્તર : (1) શેરશાહ ચોર-લૂંટારા ઓ નો ભય નાબૂદ કરી રાજ્યમાં શાંતિ સ્થાપી હતી.(2) તેને ઘોડે સવાર ખેપિયાઓ શરૂ કરીને નવી ટપાલ વ્યવસ્થા શરૂ કરી હતી. (3) તેની વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી. (4) તેને રૂપિયા નું ચલણ શરૂ કરાવ્યું હતું. (5)તેણે એક લાંબો રાજમહાલ ગ્રાન્ટ ટ્રન્ક રોડ નું નિર્માણ કરાવ્યું હતું, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો હતો.
75. ટૂંકનોંધ લખો : અકબરની ધાર્મિક નીતિ
ઉત્તર : અકબરે બિનસાંપ્રદાયિક નીતિ અપનાવી હતી. તેને હિન્દુઓ પાસેથી લેવામાં આવતો યાત્રાવેરો અને જજીયા વેરો રદ કરીને ધાર્મિક ઉદારતા દાખવી હતી. તેને હિન્દુ અને પોતાના દરબારમાં અને રાજ્યની અન્ય સેવાઓમાં ઉચ્ચ પદ પર નિમ્યા હતા. તેને પ્રજાના બધા વર્ગોને પોતપોતાના ધર્મ પાળવાની છૂટ આપી હતી. બધા ધર્મ વિશે ચર્ચા કરવા અકબરે ફતેપુર સીકરી માં (ઈબાદત ખાનું)પ્રાર્થના મંદિર બંધાવ્યું હતું. અકબર દર શુક્રવારે જુદા જુદા ધર્મના વિદ્રોહ ની ચર્ચા કરવા ઈબાદત ખાના માં આમંત્રણ આપતો હતો. તે તેમની ધર્મચર્ચા ખૂબ જ ધ્યાનથી સાંભળતો હતો. તેમાંથી તેણે પ્રત્યેક ધર્મના ઉત્તમ સિદ્ધાંતોને તારવીને દિન - એ - લાહી નામ ના નવા સંપ્રદાયની સ્થાપના કરી હતી. આમ અકબરની ધાર્મિક નીતિ ઉદાર અને પ્રશંસનીય છે.