Gujarat Land Record Anyror
7/12 અને 8-અ ના દાખલા ઘરે બેઠા મેળવો ઓનલાઇન. ગુજરાત સરકારના રેવન્યુ વિભાગ દ્વારા લેન્ડ રેકોર્ડ સિસ્ટમને સંપૂર્ણ ઓનલાઈન બનાવવામાં આવી છે. ગુજરાત ઈ ધરા (Gujarat E Dhara) તરીકે ઓળખાતી ડીજીટાઈઝેશન સિસ્ટમે ભારત સરકાર તરફથી ઘણીપ્રશંસા મેળવી છે. આ સિસ્ટમને ઈ-ગવર્નન્સ પ્રોજેક્ટ (e-Governance Project) માટે એવોર્ડ પણ મળેલ છે.ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે મહત્વપૂર્ણ સુવિધા ઉપલબ્ધ કરાવવામા આવી છે. હવે રાજ્યના ખેડૂતો ખેતીની જમીનના રેકોર્ડ એટલે Land Record નમૂના 7/12, 8-A, 6 નંબર વગેરે ઓનલાઇન ઘરેબેઠા કોઇ પણ સમયે ડાઉનલોડ કરી શકે છે. આ ડીજીટલ સાઈન્ડની નકલ AnyROR Anywhere Portal અને iORA portal પરથી ઓનલાઇન મેળવી શકાય છે.
માહિતી | 7/12 અને 8-અ ના દાખલા ઓનલાઇન ડાઉનલોડ |
પોસ્ટ નામ | AnyRoR 7/12 Utara Online download |
ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
સેવાનો ઉદ્દેશ | ગુજરાતના ખેડૂતો જમીનના ૬, ૭/૧૨ અને ૮-અ ઘર બેઠા ઓનલાઈન કાઢી શકશે. |
લાભાર્થી | ગુજરાતના તમામ ખેડૂતો |
Official Website AnyRor | https://anyror.gujarat.gov.in |
Official Website i-ORA | https://iora.gujarat.gov.in |
7/12 અને 8-અ ના દાખલા ડાઉનલોડ કરવાના સ્ટેપ
How to Download 7/12 and 8-a Land Record From anyror online
- સૌપ્રથમ મહેસુલ વિભાગના AnyRoR (anyror.gujarat.gov.in) તથા i-ORA (https://iora.gujarat.gov.in/) પોર્ટલ પર જવાનુ રહેશે.
- AnyRoR અથવા i-ora પોર્ટલ ખોલ્યા બાદ તેના મુખ્ય પેજ પર દર્શાવેલ “Digitally Signed RoR / ડીજીટલ સાઇન્ડ ગામ નમૂના નંબર” ઓપ્શન પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે.
- વેબસાઈટના પેજમાં દેખાતા કેપ્ચા કોડ વાંચીને તેની નીચેના ટેક્સબોક્ષમાં દાખલ કરો.
- કેપ્ચા કોર્ડ નાખ્યા બાદ “Generate OTP” પર ક્લિક કરો OTP જનરેટ કરવાથી તમારા દ્વારા દાખલ કરેલા મોબાઈલ નંબર પર વેરિફિકેશન કોડ આવશે.
- મોબાઈલ નંબર પર આવેલ વેરિફિકેશન કોડ સબમીટ કરીને Login પર ક્લિક કરો. લોગીન પર ક્લિક કર્યા બાદ ડીજીટલ સાઈન્ડ ગામના નમૂના મેળવવા માટેનું ફોર્મ ખુલશે.
- ગામ નમૂના નંબર મેળવવા માટે તમારો જીલ્લો, તાલુકો, ગામ પસંદ કરવાનું રહેશે. જેમાં સર્વે નંબર / બ્લોક નંબર / ખાતા નંબર / નોંધ નંબર પસંદ કરી “Add Village Form” પર ક્લિક કરો.
- તમારે જરૂરી ગામ નમૂના નંબરની વિગતો તમારે જે દાખલા ડાઉનલોડ કરવા હોય તે સીલેકટ કરીને “Add Village Form” પર ક્લિક કરો યાદી તૈયાર કરો.
- ત્યારબાદ ગામ નમૂના નંબરની યાદી તૈયાર કર્યા બાદ તમારે પેમેંટ કરવાનુર રહેશે. આ માટે “Procced For Payment” પર ક્લિક કરો.
- હવે “Procced For Payment” પર ક્લિક કર્યા બાદ જો કોઈ સુધારા હોય તો “Cancel Request” પર ક્લિક કરી ડીલીટ કરી શકો છો..
- જો તમામ માહિતી બરાબર હોય તો “Pay Amount” પર ક્લિક કરી જરૂરી રકમની ચુકવણી ઓનલાઈન કરો. ઓનલાઇન પેમેંટ માટે તમે ડેબીટ કાર્ડ, UPI, ક્યૂઆર કોડ વગેરે વિકલ્પો વાપરી શકો છો.
- નોંધ : A) ગામ નમૂના માટે ફી Online જ ભરવાની છે. B) ઓનલાઈન રકમ ભરતા પહેલા ઓન-લાઈન પેમેન્ટ કરવા અંગે પોર્ટલના મુખ્ય પેજ પર દર્શાવેલ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી લેવી.
- પેમેન્ટ ચૂકવ્યા બાદ ડીજીટલ ગામ નમૂના નંબર Download કરવા માટે સ્ક્રીન પર મળશે. જેમાં Download RoR પર ક્લિક કરીને ડીજીટલ ગામ નમૂના ડાઉનલોડ કરી શકાશે.
- નોંધ : A) જો રકમની ચુકવણી કર્યા બાદ પણ ડીજીટલ ગામ નમુના નંબર તૈયાર થયેલા ન હોય તો “Generate RoR” પર ક્લિક ક્લિક કરી ડીજીટલ ગામ નમુના નંબર જનરેટ કરી શકાય છે.
- ડીજીટલ ગામના નમુના નંબરમાં દર્શાવેલ QR Code સ્કેન કરવાથી કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા તેને સર્વરની કોપીની ખરાઈ તેમજ ચકાસણી કરી શકે છે.
- આવી રીતે 7/12 અને 8-અ ના દાખલા ઘરે બેઠા મેળવો ઓનલાઇન ડાઉનલોડ કરી શકાય છે.
7/12 અને 8-અ ડાઉનલોડ લીંક
AnyRoR Gujarat Website | અહિયાં ક્લિક કરો |
i-ORA Gujarat Portal | અહિયાં ક્લિક કરો |
સરકાર દ્વારા કરવામાં આવેલ ઠરાવ | અહિયાં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહિયાં ક્લિક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિયાં ક્લિક કરો |
Gujarat Land Record |
FaQ’s વારંવાર પૂછાતા પ્રશ્નો
7/12 અને 8-અ ડાઉનલોડ કરવા ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?AnyRoR (anyror.gujarat.gov.in)
7/12 અને 8-અ ડાઉનલોડ કરવા કેટલી ફી ચૂકવવાની હોય છે ?
7/12 અને 8-અ ડાઉનલોડ કરવા કેટલી ફી ચૂકવવાની હોય છે ?
દાખલાદીઠ રૂ.5